Gujarat

ચુસ્ત પોલીસ બંદોબસ્ત હોવા છતા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સટ્ટોડીયા ઘુસી ગયા : જુઓ તસવીરો

એક તરફ ગુજરાત રાજ્ય(GUJARAT STATE)માં કોરોનાનાં કેસોમાં વધારો થઇ રહ્યો છે, જેથી તંત્ર દ્વારા કેટલાક કડક પગલારૂપી પ્રેક્ષકો વિના મેચ રમાડાય રહી છે. જેના ભાગરૂપે અમદાવાદમાં દુનિયાના સૌથી મોટા સ્ટેડિયમમાં ચાલી રહેલી ભારત અને ઇંગ્લેન્ડ (INDIA VS ENGLAND) વચ્ચેની મેચમાં જાહેર જનતાના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દેવાયો હતો. જો કે એવામાં તંત્ર અને ચાંદખેડા પોલીસની ગંભીર બેદરકારી સામે આવી છે.

બે સટ્ટોડિયા સ્ટેડિયમમાં પ્રવેશી સટ્ટો પણ રમ્યા 

તાજ્જુબની વાત છે કે પોલીસનાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે હરિયાણાના બે સટ્ટોડિયા(Speculators)ઓ ખાનગી કંપનીના કર્મી બનીને સ્ટેડિયમમાં ઘુસી તો ગયા હતા. પણ સાથે ઇન્ડિયા-ઇંગ્લેન્ડની ટી20 મેચ પર મોબાઇલમાં સટ્ટો રમવાનું પણ ચાલુ કર્યું હતું. મળતી માહિતી મુજબ પોલીસને જાણ થતા ચાંદખેડા પોલીસે તપાસ કરતા બંન્ને અંદર પ્રવેશ મેળવી સટ્ટો રમતા ઝડપાયા હતા, બંન્ને સટ્ટોડિયાનું નામ પ્રિન્સ ગંભીર (ઉ.વ 21, રહે. પાણીપત હરિયાણા) અને આશિષ યાદવ (ઉ.વ 26, રહે રેવાડી, હરિયાણા) હોવાનું સામે આવ્યું છે. જેથી તેમની જુગારની કલમ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. અને પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે એક ખાનગી સપ્લાયર કંપનીના મજૂર બનીને તેઓએ પાસ મેળવ્યા અને સ્ટેડિયમમાં પ્રવેશ પણ મેળવ્યો હતો.

મહત્વની વાત છે કે સ્ટેડિયમમાં GCA ની પ્રાઇવેટ સિક્યુરિટી આ ઉપરાંત પોલીસ ચેકિંગ હોવા છતાં કોઇ પણ વ્યક્તિને અંદર પ્રવેશ કઈ રીતે મળે? તેવામાં સવાલ એ પણ થઇ રહ્યો છે કે જો બે વ્યક્તિ ડુપ્લીકેટ આઇકાર્ડ સાથે પ્રવેશ કરી શકે તો આતંકવાદી પ્રવેશ ન કરી શકે? જાણવા મળ્યું છે કે ફાઇનલ T20 સમયે બંન્ને પિલ્લર નંબર 120-121 વચ્ચે બેસી સટ્ટો રમતા હતા. એક જાગૃત વ્યક્તિને શંકા જતા તેણે પોલીસને જાણ કરી જેથી પોલીસે પૂછતાં તેઓ કેટરિંગ સ્ટાફ હોવાનું જણાવ્યું હતું. જો કે પોલીસે તપાસ કરતા મોબાઇલ સહિત વાંધાજનક સાહિત્ય પણ મળી આવતા બંન્નેની ધરપકડ કરી હતી.

હાલ સમગ્ર સ્ટેડિયમની જવાબદારી ચાંદખેડા પોલીસ સંભાળી રહી હોય લોખંડી પોલીસ બંદોબસ્તના દાવા કરતી પોલીસ સ્પષ્ટ રીતે ઉંઘતી ઝડપાઇ હતી. જેથી ચાંદખેડા પોલીસ પર અનેક સવાલો ઉઠી રહ્યા છે. શું 3 લેયર સુરક્ષાના દાવા કરતી પોલીસ આ શખ્સોની ઓળખ કરી શકી નહોતી. બીજી તરફ સવાલ એ પણ થાય છે કે જે વ્યક્તિની નજર પડી તેણે પોલીસનું ધ્યાન દોર્યું પણ આ વ્યક્તિઓ શું અગાઉની મેચમાં નહી આવ્યા હોય?

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top