Dakshin Gujarat Main

વધુ ભાડું અને પ્રતિકૂળ સમયના કારણે ખાલી દોડતી સ્પે.મેમુ ટ્રેન: પાસ ધારકોવાળી મેમુ સેવા શરૂ કરવા માંગ

વલસાડ : શૂન્ય ક્રમાંકથી શરૂ થતી સ્પેશ્યલ ટ્રેનો રેલવે તંત્ર (railway management) દ્વારા છાપામાં આગોતરી જાહેરાતો છાપી (news published)ને શરૂ કરવામાં આવે છે, જ્યારે બીજી ફેબ્રુઆરીથી શરૂ થયેલી ભારે પ્રતિકૂળ સમયની સુરત, વલસાડ, સુરત મેમુ અંગે રેલવેતંત્રે એક પણ છાપામાં જાહેરાત આપી નથી. જે વિચારપ્રેરક છે. વલસાડ રેલવે સ્ટેશનની પૂછપરછની બારી પરથી મળેલી માહિતી મુજબ આ મેમુમાં જવા માટે કલાક પહેલા જ છૂટક ટિકિટ (tickit) મળે છે. ઉપડવાના સમયમાં 40 મિનિટ બાકી હોય એટલે કરંટ બુકિંગ (booking) બંધ થઈ જાય છે, ઓનલાઈન બુકિંગ ચાલુ રહે છે. જેમાં વલસાડથી નવસારી સુધીનુ ભાડું માત્ર રૂ 10 છે.

પરંતુ રિઝર્વેશન (reservation)ના પંદર રૂપિયા વધુ ચૂકવવા પડે છે. સુરતના 20 ના બદલે 35 રૂપિયા થાય છે. જેના લીધે ટ્રેન ત્રીજા દિવસે પણ લગભગ ખાલીખમ દોડી હતી. વાપી, વલસાડ, નવસારીથી સુરત શહેરમાં વચ્ચેના સ્ટેશનોએ હજારો લોકો નોકરી માટે ટ્રેનમાં આવ જાવ કરે છે. જેમાં અતિ આવશ્યક સેવા ગણાતી આરોગ્ય કર્મીઓની સેવાને પણ સરકાર કે રેલવેએ પ્રાધાન્ય આપ્યું નથી. રેલ કર્મચારીઓ માટે વલસાડથી સવારે આઠની આસપાસ અને સુરતથી સાંજે પાંચની આસપાસ સ્પેશિયલ ટ્રેન (special train) રોજ દોડાવે છે. જેમાં માંડ 100 રેલકર્મીઓ પણ હોતા નથી, જ્યારે 500 થી વધુ આરોગ્ય કર્મીઓ જેઓ કોરોના મહાકાળમાં જોખમી, રાઉન્ડ ધી ક્લોક સેવા બજાવે છે.

તેઓએ વલસાડ રેલવેના એઆરઓને તા.16-9-20 અને સુરત રેલવેના એઆરઓને 17/9 એ જીગ્નેશ પટેલ તથા વિક્રમ સોલંકીએ રજૂઆત કરી હતી. જેના માટે તેમણે ઈમેલથી જવાબ આપવાની વાતો કરી હતી. જેને ચાર માસ વિત્યા કોઈ જવાબ નથી. સ્પે. શરૂ કરાયેલી મેમુ ટ્રેન માટે પણ લેખિતમાં માંગ મુજબનો સમય કરવાના બદલે સુરતથી 09-20 અને વલસાડથી 15-30નો કરીને માંગ કરનારાની ઠેકડી ઉડાડી (making jokes) છે, કેમકે રેલવે કે કેન્દ્ર સરકારને માત્ર મુંબઈ મહાનગરના નોકરિયાતોની જ ફિકર છે. ગુજરાતીઓની નહીં. ગુજરાતના જાહેર સેવકોને તાળાબંધી અને મહામારીના ભોગ બનેલાઓ માટે રોજગારીની કશી જ પડી નથી, જાહેર પરિવહન સેવા નહી મળવાથી સ્વનિર્ભર થઈ ખર્ચાળ જોખમી પ્રવાસ કરવો પડે છે.

પાસ ધારકોવાળી મેમુ સેવા શરૂ કરવા માંગ
તા.4/2ના ડુંગરીથી 10-53 કલાકે ઉપડતી મેમુને નવ કિલોમીટર કાપતાં માંડ બાર મિનિટ થાય એટલે કે 11-05 વલસાડ પહોંચી જવી જોઈએ. તેના બદલે 11-35નો સમય રાખ્યો છે અને 11-15 કલાકે વહેલી આવી જાય છે, તેને પણ પ્લેટફોર્મ ચાર ઉપર સ્ટોપ સંકેત (stop sign) સુધી લાવવાના બદલે 10માં સ્થંભ પછી છેડે થોભાવી મુસાફરોને ભારે કસરત કરાવે છે. વાપી -સુરત વચ્ચે સવાર સાંજના અનુકુળ સમય બે-બે ઓનલાઇન બુકિંગ વગરની, પાસ ધારકોવાળી મેમુ સેવા શરૂ કરે તેવી હજારો નોકરિયાતો પાસધારકોની માંગ છે. જો આવી સુવિધા ન મળે તો આગામી સ્વરાજ્યની ચૂંટણીમાં તેના પડઘા જરૂર પડશે એવું સાંભળવા મળે છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top