World

હેલો, હું ભગવાન… તમારી સેવિંગને ચર્ચમાં આપી સ્વર્ગમાં ઘર બનાવો… સ્પેનનો અજીબોગરીબ કિસ્સો

નવી દિલ્હી: કેટલીકવાર આસ્થાના (Faith) નામે લોકોને બેવકૂફ બનાવવું સહેલું બની જાય છે. તાજેતરમાં એક મહિલાને આસ્થાના નામે જ લૂંટવામાં (Fraud) આવી હતી. વર્ષ 2013માં ઉત્તર પશ્ચિમ સ્પેનની (Spain) વૃદ્ધ મહિલાનો પ્રથમ વખત ફોન (Call)આવ્યો હતો. આ ફોન પર તેને કહેવામાં આવ્યું હતું કે તમારી સેવિંગને (Saving) સ્વર્ગના ચર્ચમાં આપી દો. આ ઉપરાંત મહિલાને સવાલ કરાયો હકો કે શું તમે ભગવાનને ના કહી શકો છો? શું થશે જો ભગવાન જ તમને સીધો મદદ માટે ફોન કરે છે તો?

મહિલાને એક પણ વાર શંકા ન થઈ કે તેની સાથે છેતરપિંડી થઈ રહી છે કારણ કે તેણીને વિશ્વાસ હતો કે પૈસા માટે ભગવાને તેણીને પસંદ કરી છે. છ વર્ષ સુધી મહિલાએ ભગવાનની સૂચનાઓનું પાલન કર્યું અને સ્થાનિક સુવિધા સ્ટોરમાં નાના ડ્રોઅરમાં લગભગ 300000 યુરો (રૂ. 2.76 કરોડ) જમા કર્યા હતાં. તેને કહેવામાં આવ્યું કે આ પૈસા ચર્ચ ઓફ હેવનમાં જઈ રહ્યા છે.

આસ્થાના નામે થયેલી છેતરપિંડીના આ વિચિત્ર કેસમાં પીડિતા ધાર્મિક માયાજાળથી પીડિત હતી. 2013માં તેને કોઈક રીતે ખાતરી થઈ ગઈ કે ભગવાને પૈસા માટે તેને પસંદ કરી છે અને જે પૈસા માંગી રહ્યું છે તે એક સંત છે. આ કેસમાં એક સ્થાનિક દુકાનદાર પર મહિલાને લૂંટવાનો આરોપ છે જે મહિલાની માન્યતાઓ વિશે જાણતો હતો અને તેનો ફાયદો ઉઠાવવા માંગતો હતો.

જ્યારે લૂંટનો ખુલાસો થયો ત્યારે મહિલાએ કહ્યું હું 2013થી એક સંત છું. એક કાર યાત્રા દરમ્યાન મને મારા ખભા પર કોઈકનો હાથ મૂક્યો હોવાનો અનુભવ થયો હતો. જ્યારે હું ઘરે પહોંચી તો તે અનુભવ મને બાથરૂમમાં લઈ ગયો. જ્યાં અરીસા ઉપર લોહીથી લખ્યું હતું હું વર્જિન છું, અહીં હુંએ મારા શરીરનું બધુ લોહી વહાવ્યું છે. મારી પુત્રી તુ એક સંત છે. આ લોહીના ડાધાને આ સ્પંચથી કાઢી નાંખ.

મહિલાએ જણાવ્યું 2013માં જ્યારે ભગવાનનો તેને પ્રથમવાર ફોન આવ્યો ત્યારે તે હેરાન થઈ ન હતી. ફોન પર વાત કરનારે કહ્યું સ્વર્ગની બેંકમાં ભગવાનના સેવિંગ ખાતામાં તારે પૈસા જમા કરાવવાનું શરૂ કરી દેવું જોઈએ. આ બેંક સાંસારિક બેંકની તુલનામાં વઘારે વ્યાજ આપશે તેવો પર વાયદો ફોન પર વાત કરનાર વ્યકિતએ આપ્યો હતો. સાથે જ જે ધન આ તે બચાવી રહી છે તેનાથી સ્વર્ગમાં તેનાં માટે ઘર બનાવવા માટેની વાત પણ કરવામાં આવી હતી. મહિલાને આ સોદો સારો લાગ્યો હતો જેના કારણે તેણે પૈસા આપવા માટે હા પાડી હતી.

2013થી 2019 સુધીમાં વૃદ્ધ મહિલાએ તેની સમગ્ર સેવિંગ એક સ્થાનિક સુવિધા સ્ટોરમાં જમા કરાવી જ્યાંથી ઠગો પૈસા સરળતાથી ઉપાડી લેતા હતા. મહિલાએ ભગવાનને પ્રસન્ન કરવા માટે પોતાની સમગ્ર બચત જમા કરાવી હતી અને બે વાર બેંક લોન લઈને પણ પૈસા જમા કરાવ્યા હતા.

ઠગ સાથે કરેલા સોદા અંગેની જાણ તેણે પોતાના પરિવારમાં કોઈને્ કરી ન હતી. આ ઉપરાંત આ સમગ્ર કેસ જ્યારે સામે આવ્યો ત્યારે તેને તેમજ તેના પરિવારજનોને મારવાની ઘમકી પણ મળી હતી. જ્યારે આ વાત બહાર આવી તે પહેલા તો મહિલા અને તેના પરિવારમાં તમામનું બેંક અકાઉન્ટ ખાલી થઈ ગયું હતું.

આ મામલે આરોપી પોતાને ગુનો ન કર્યો હોવાનું જણાવતો હતો પરંતુ પોલીસ પાસે એટલા પુરાવા હતા જે સાબિત કરતા હતા કે ઠગે ભગવાન બનીને મહિલાને ઠગી છે. વૃદ્ધ મહિલા આ કેસમાં આરોપીને કડક સજા મળે તે માટે માંગ કરી રહી છે.

Most Popular

To Top