સુરત : વેસુમાં પાંચ વર્ષથી સ્પાની આડમાં ચાલતાં કુટણખાના (SEX RACKET) પર પોલીસની રેડ થતા માલિકો ફરાર થઇ ગયા હતા. શહેરના વેસુ વિસ્તારમાં ક્રાઈમ બ્રાન્ચના મિસિંગ સેલે બાતમીના આધારે સ્પાની આડમાં ચાલતાં કુટણખાના પર રેડ પાડી હતી. દરમિયાન ત્રણ સ્પામાંથી કુલ 12 લલના (SEX WORKER) અને 11 કસ્ટમરોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
સુરત ક્રાઈમ બ્રાંચ (CRIME BRANCH)ની મીસીંગ સેલ દ્વારા વેસુ વી.આઇ.પી રોડ ઉપર આવેલા સન આર્કેટ નામના શોપીંગ સેન્ટરના ચોથા માળે હોલ નં.૩ ના ‘ કોકુન થાઇ સ્પા ” નામની દુકાનમાં રેઇડ કરવામાં આવી હતી. દરમિયાન પોલીસે ત્યાં નોકરી કરતા હાજર આરોપી શિષ્ટીધર અર્જુન મહાતો (રહે.સન આર્કેટ એ . વી . ફિટનેશ જીમમાં વેસુ) ને તથા કસ્ટમર રાજન ખનીજા સુરેંદ્ર પાલ (રહે. રઘુવિર રો – હાઉસ અશોક પાન સેંટર પાસે સીટીલાઇટ ઉમરા) ને પકડી પાડ્યા હતા. તથા સંચાલક મલીક અને સ્પાના માલિક નિકુંજભાઇને વોંટેડ (WANTED) જાહેર કરી ત્રણ મહિલાઓને મુકત કરાવ્યા હતા.
આ સિવાય વી.આઇ.પી.રોડ પર આવેલા અન્ય સ્થળે વી.આઇ.પી. હાઇટ્સના પહેલા માળે શોપ ન.યુ.જી .૩૦ માં આવેલા હારમોની તથા તેરાત્મા નામના સ્પામા (SPA) પણ રેઇડ કરી હતી. દરમિયાન તેરાત્મા સ્પા ના સંચાલક દિપ પ્રકાશ ડે (રહે , ૮૦૬ , આઠમો માળ સુમન સેલ વી.આર. મોલની પાછળ ડુમસ રોડ ઉમરા. મુળ. -૬૨૨ , તીન નંબર શેઠબગાન દમદમ જંક્સન કલકતા, વેસ્ટ બંગાલ ) ની તથા અન્ય ૧૦ કસ્ટમરોને પકડી પાડ્યા હતા. અને હારમોની સ્પા ના સંચાલક કાજલબેન સ્થળ ઉપર હાજર નહિ મળી આવતા વોંટેડ જાહેર કરાઈ હતી. પોલીસે ત્યાંથી કુલ ૯ મહિલાઓને મુક્ત કરી હતી.
છેલ્લા પાંચ વર્ષથી ધમધમતા હતા બે કુટણખાના
વેસુ વિસ્તારમાં આવેલા કોકુન થાઇ સ્પા તથા હારમોની સ્પા છેલ્લા પાંચ વર્ષથી ધમધમતા હતા. જ્યારે તેરાત્મા સ્પા છેલ્લા એક વર્ષથી ચાલતું હતું. તેમ છતાં આજદિન સુધી પોલીસની નજરથી દૂર હતું. અંતે આજે બાતમીને આધારે ક્રાઈમ બ્રાન્ચના મીસીંગ સેલએ આ કૂટણખાના પર રેડ પકડી પાડ્યુ હતું. સ્પાના સંચાલકો કસ્ટમર પાસેથી 2000 રૂપિયા જેટલી રકમ લેતા હતા. જેમાંથી ૫૦ ટકા એટલે કે એક હજાર રૂપિયા તેઓ આ લલના (SEX WORKERS)ઓને આપતા હતા.
પકડાયેલી તમામ મહિલાઓ પરપ્રાંતિય
સુરત ક્રાઇમ બ્રાન્ચની મિસિંગ સેલએ આજે વેસુ ખાતે સ્પાની આડમાં ચાલતાં કુટણખાના પર રેડ (RAID) પાડી હતી. દરમિયાન ત્યાંથી ૧૧ કસ્ટમરને પકડી પાડી બાર લલનાઓને છોડાવી હતી. આ ૧૨ પૈકી ત્રણ લલના મિઝોરમની વતની છે. જ્યારે પાંચ લલના મુંબઈથી સુરત આવી હતી અને બાકીની બંગાળથી આવી હતી.