દક્ષિણ કોરિયા (South Korea): દક્ષિણ કોરિયાના વિપક્ષી નેતા (opposition leader) લી જે-મ્યુંગ ઉપર આજે એટલેકે મંગળવારે સવારે ઘાતક હુમલો (fatal attack) કરવામાં આવ્યો હતો. નેતા ઉપર બુસાન શહેરમાં (busan city) એક અજાણ્યા વ્યક્તિએ 20-30 સેમી લાંબા હથિયાર વડે હુમલો (attack) કર્યો હતો. ચોંકાવનારી વાત એ છે કે જ્યારે લી ઉપર હુમલો થયો ત્યારે તે પત્રકારોને સંબોધી (Addressing reporters) રહ્યા હતા. દરમિયાન ડાબી બાજુથી એક વ્યક્તિ આવ્યો અને તેમના ગળા પર ચાકુ (knife) વડે હુમલો કર્યો હતો. હુમલા બાદ નેતાની સ્થિતી સામાન્ય હોવાનું જાણાવા મળ્યુ છે.
સાઉથ કોરિયાની એક ખાનગી ન્યૂઝ એજન્સીના જણાવ્યા મુજબ હુમલાખોરની ઘટનાસ્થળે જ ધરપકડ કરવામાં આવી હતી. જો કે તેની ઓળખ જાહેર કરવામાં આવી નથી. તેનજ લી સૌથી મોટા વિપક્ષી ડેમોક્રેટિક પાર્ટીના વડા છે. આજે મંગળવારે તેઓ બુસાનના ગાદેઓક આઇલેન્ડ પર બની રહેલા નવા એરપોર્ટના નિર્માણ માટે એવોર્ડ આપવા ગયા હતા. તેમજ જ્યારે હુમલો થયો ત્યારે તેઓ પત્રકારોને સંબોધી રહ્યા હતા.
હુમલાખોર ઓટોગ્રાફ લેવાના બહાને લીની નજીક આવ્યો હતો
પ્રાપ્ત વિગતો મુજબ આ ઘટના દક્ષિણ કોરિયાના સમય મુજબ સવારે 10.27 કલાકે બની હતી અને તે કેમેરામાં પણ કેદ થઈ હતી. તેમજ હુમલાખોર ઓટોગ્રાફ લેવા માટે લીની પાસે પહોંચ્યો અને તેને ગરદન પર ચાકુ વડે હુમલો કરી નેતાની હત્યાનો પ્રયાસ કર્યો હતો. જે હથિયારથી તેણે લીની હત્યા કરી તે લગભગ 20 થી 30 સેન્ટિમીટર લાંબુ હતું. આ ઘટનાની વાયરલ તસવીરોમાં લી જમીન પર પડેલા જોઈ શકાય છે.
ઘટના બની તે સમયે તેમના સમર્થકોએ રક્તસ્રાવ રોકવા માટે તેમના ગળામાં રૂમાલ બાંધી રાખ્યા હતા. હુમલો થયો ત્યારે નેલા લી હોશમાં જ હતા. તેમજ તેમને શીઘ્રથી શીઘ્ર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. પરંતુ તેમના ગળા ઉપર મારેલો ઘા ખૂબ જ ઉંડો હોવાથી તેમનું સતત લોહી વહી રહ્યું હતું.
રાષ્ટ્રપતિએ ઘટના અંગે ચિંતા વ્યક્ત કરી
દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ યુન સુક યેઓલે આ ઘટના પર ચિંતા વ્યક્ત કરી હતી. તઓએ કહ્યું કે તેઓ વિપક્ષના અગ્રણી નેતાના સ્વાસ્થ્ય પર સતત ધ્યાન રાખી રહ્યા છે. આ સાથે જ તેમણે કહ્યું કે આવી હિંસા કોઈપણ સંજોગોમાં સહન કરવામાં આવશે નહીં.