બીસીસીઆઈ (BCCI)ના વડા અને ભારતીય ક્રિકેટ (PAST INDIAN CRICKETER) ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીની તબિયત આજે ફરી બગડી છે. જેથી એક જ મહિનામાં બીજી વાર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ વખતે તેમને વુડલેન્ડ્સ હોસ્પિટલને બદલે કોલકાતાની એપોલો હોસ્પિટલ (APOLLO HOSPITAL)માં દાખલ કરવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગાંગુલીએ ફરીથી છાતીમાં દુખાવોની ફરિયાદ કરી હતી. શુક્રવાર, 22 જાન્યુઆરીએ, સૌરવના મોટા ભાઈ સ્નેહાશીશ ગાંગુલીનું પણ એન્જીયોપ્લાસ્ટી થયું હતું.
આ મહિનાની શરૂઆતમાં જ જીમમાં કસરત કરતી વખતે ‘હળવો’ હાર્ટ એટેક (HEART ATTACK) આવ્યા બાદ તેમને 2 જાન્યુઆરીએ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં બાદમાં તેને સફળ એન્જીયોપ્લાસ્ટી (ANGIOPLASTY) કરવામાં આવી હતી. ત્યારે રાજ્યના મુખ્યમંત્રી (CM) મમતા બેનર્જી, રાજ્યપાલ જગદીપ ધનખર, કેન્દ્રીય રાજ્ય પ્રધાન અનુરાગ ઠાકુર સહીત અનેક હસ્તીઓએ ‘દાદા’ ને મળીને સારી રીતે હાલચાલ પૂછ્યા હતા.
એક વાર ફરી “દાદા” ડોકટરોની દેખરેખ હેઠળ હતા
7 જાન્યુઆરીએ તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવ્યા બાદ મીડિયા દ્વારા તેમનો ઇન્ટરવ્યુ (INTERVIEW) લેવામાં આવ્યો હતો. જેમાં તેમણે સારી સુવિધા માટે ડોકટરો અને સ્ટાફનો આભાર પણ માન્યો હતો. 48 વર્ષીય ગાંગુલી લગભગ એક અઠવાડિયા સુધી હોસ્પિટલમાં રહ્યા પછી ઘરે આરામ કરી રહયા હતા. જો કે ઘરે ગયા પછી પણ તે મેડિકલ ટીમના સંપર્કમાં હતા. તેમના નિદાનમાં હૃદય તરફ દોરી જતી તેની ત્રણ મોટી ધમની અવરોધિત હોવાનું જણાયું હતું, જેમાં એક સ્ટેન્ટ શામેલ કરાયો હતો. એકથી બે અઠવાડિયામાં દાદાને બીજી એન્જીયોપ્લાસ્ટી પણ થઈ હોવાનું જાણવા મળ્યું છે.
BCCIના 39 મા પ્રમુખ ગાંગુલી
સૌરવને સી કે ખન્નાની જગ્યાએ લીધા છે, જે 2017 થી બોર્ડના વચગાળાના વડા હતા. ગાંગુલીનો કાર્યકાળ શરૂઆતમાં નવ મહિનાનો હતો, પરંતુ તેઓ અને બોર્ડ સેક્રેટરી જય શાહ તેમના હોદ્દા પર યથાવત છે. આ મામલાની સુનાવણી આવતા મહિને સુપ્રીમ કોર્ટમાં થવાની છે. આ વર્ષે એપ્રિલ-મેમાં યોજાનારી પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી પહેલા રાજકારણમાં પ્રવેશ માટે બજાર ગરમ છે ત્યારે ગાંગુલી બીમાર પડ્યા હતા. રાજ્યના રાજકીય વિશ્વ સાથે સંકળાયેલા લોકોના જણાવ્યા મુજબ, ગાંગુલી ભારતીય જનતા પાર્ટીમાં જોડાઇ શકે છે. જોકે ભૂતપૂર્વ બેટ્સમેન (PAST BATSMAN) રાજકારણમાં પ્રવેશવાના ઇરાદાને ક્યારેય દર્શાવતો ન હતો.