Entertainment

અભિનેતા સોનુ સૂદની બહેન માલવિકા પંજાબમાં કોંગ્રેસમાં જોડાઈ

ચંદીગઢ(Chandigarh): અભિનેતા અને લોકોમાં હંમેશાં મદદગાર તરીકે જાણીતા સોનુ સૂદની (SonuSood) બહેન માલવિકા સૂદ (Malvika Sood) સોમવારે (Monday) વિધિવત કોંગ્રેસમાં (Congress) જોડાઈ હતી. માલવિકાના કોંગ્રેસમાં સામેલ હોવાની પુષ્ટી કોંગ્રેસના જીલ્લા પ્રભારી કમલજીતસિંહ બરાડે (Kamaljit Singh Barade) કરી હતી. માલવિકાએ જણાવ્યું હતું કે તે હાલ પક્ષની પ્રાથમિક સભ્ય બની છે. પંજાબના મુખ્ય પ્રધાન ચરણજીત સિંહ ચન્ની 14 ફેબ્રુઆરીની વિધાનસભા માટે મોગા બેઠકથી તેમની ઉમેદવારી માટે બેટિંગ કરી રહ્યા છે. પંજાબ કોંગ્રેસના પ્રમુખ નવજોત સિંહ સિદ્ધુ મુખ્ય પ્રધાન ચન્ની સાથે મોગા જિલ્લામાં અભિેનેતા સૂદના નિવાસસ્થાને ગયા હતા. આ પ્રસંગે સિદ્ધુએ કહ્યું હતું કે, ”એ ખૂબ જ દુર્લભ બાબત છે કે, પાર્ટી (રાજ્ય)ના વડા અને મુખ્યમંત્રી બંને સન્માન આપવા માટે કોઈના ઘરે ગયા હોય અને માલવિકા તેની હકદાર પણ છે. માલવિકા સૂદનું પક્ષમાં જોડાવું એ ‘ગેમ-ચેન્જર’ બની રહેશે.

  • કોંગ્રેસના જીલ્લા પ્રભારી કમલજીતસિંહ બરાડે કરી માલવિકાના કોંગ્રેસમાં સામેલ હોવાની પુષ્ટી
  • માલવિકા સૂદનું પક્ષમાં જોડાવું એ ‘ગેમ-ચેન્જર’
  • માલવિકા સૂદે પંજાબમાં પોતાનો ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો

માલવીકા કોંગ્રેસમાં જોડાઈ એ પહેલા ચૂંટણી પંચે સોનુ સુદ પાસેથી સ્ટેટ આઈકનનો દરજ્જો પાછો ખેચી લીધો હતો જેથી રાજકીય પક્ષો તેને મુદ્દો ન બનાવે. માલવિકા એક યુવાન અને શિક્ષિત મહિલા છે. એક ઉમદા વ્યક્તિ છે અને તેનું સોફ્ટવેર એન્જિનિયર તરીકેનું શિક્ષણ તેણીને આગળના જીવનમાં મદદ કરશે.” આ અગાઉ એવી ચર્ચા થઈ રહી હતી કે માલવિકા કેપ્ટન અમરીંદર સીંગના પક્ષમાં સામેલ થશે.

રવિવારે યોજાયેલ એક પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન સોનુ સૂદે જાહેરાત કરી હતી કે તેની 39 વર્ષની બહેન માલવિકા ચૂંટણી લડશે. જો કે તો કયા પક્ષમાં જોડાશે તેનું નામ તેમજ જે બેઠક પરથી તે ચૂંટણી લડશે તે જાહેર કરવાનો તેઓએ ઇનકાર કર્યો હતો. ઈન્દ્રજીત સિંહ ચારિકે જણાવ્યું હતું કે સોનુ અને માલવિકા મારા માટે પરિવાર જેવા છે. અમે હંમેશા એકબીજા માટે ઉભા રહ્યા છીએ.

માલવિકા સૂદે પંજાબમાં પોતાનો ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે. માલવિકા સોનુ સૂદ સાથે મોગાની ટૂર પર પહોંચી હતી. આ દરમિયાન તેમની સાથે કોંગ્રેસના સ્થાનિક નેતાઓ પણ હાજર હતા. રાજકારણમાં પ્રવેશની જાહેરાત કર્યાના એક દિવસ પછી, માલવિકાએ મોગા વિસ્તારમાં પ્રચાર શરૂ કર્યો.

Most Popular

To Top