National

‘બંધારણમાં ક્યાંય લખ્યું નથી કે હિન્દી આપણી રાષ્ટ્રભાષા છે’, ભાષા વિવાદમાં હવે સોનુ નિગમે ઝંપલાવ્યું

મુંબઈ: હિંદી ફિલ્મ ઇન્ડસ્ટ્રી(Hindi film industry) તથા સાઉથ ઇન્ડસ્ટ્રી(South Industry) વચ્ચે ચાલી રહેલા ભાષા વિવાદ( language controversy)માં હવે સોનુ નિગમે(Sonu Nigam) ઝંપલાવ્યું છે. અગાઉ કિચ્ચા સુદીપે કહ્યું હતું કે હિન્દી(Hindi) આપણી રાષ્ટ્રભાષા નથી, જેના પર અજય દેવગને ટ્વીટ કરીને લખ્યું હતું કે, “કિચ્ચા સુદીપ, મારા ભાઈ, જો હિન્દી તમારા મતે આપણી રાષ્ટ્રભાષા નથી, તો પછી તમે તમારી માતૃભાષાની ફિલ્મોને હિન્દીમાં ડબ કરીને કેમ રિલીઝ કરો છો? હિન્દી આપણી માતૃભાષા અને રાષ્ટ્રભાષા હતી, છે અને રહેશે.”

રાષ્ટ્રભાષા મામલે વિવાદિત નિવેદન
કીચ્ચા અને અજયનાં વિવાદ બાદ હવે આ મામલે સિંગર સોનું નિગમે વિવાદિત નિવેદન આપ્યું છે. સોનુ નિગમે કહ્યું હતું કે,’બંધારણમાં ક્યાંય એવું નથી લખ્યું કે હિન્દી આપણી રાષ્ટ્રભાષા છે. તે સૌથી વધુ બોલાતી ભાષા હોઈ શકે છે, પરંતુ રાષ્ટ્રીય ભાષા નથી. તેના બદલે તમિલ સૌથી જૂની ભાષા છે. સંસ્કૃત અને તમિલમાં પણ ચર્ચા છે. પરંતુ લોકો કહે છે કે તમિલ એ આખી દુનિયાની સૌથી જૂની ભાષા છે.

કોણે કઈ ભાષા બોલવી જોઈએ તે કહેવાનો કોઈને અધિકાર નથી: સોનું નિગમ
સોનુ નિગમે વધુમાં કહ્યું કે અન્ય દેશો સાથે આવી ઘણી સમસ્યાઓ છે જેને ઉકેલવાની જરૂર છે. આ દરમિયાન આપણા જ દેશમાં સમસ્યાઓ ઊભી કરવું નિર્થક છે. તેણે કહ્યું- ‘તમારા અન્ય દેશો સાથે ઝઘડા ઓછા છે કે તમે તમારા જ દેશમાં ઝઘડો કરી રહ્યા છો. આ ચર્ચા પણ શા માટે થઈ રહી છે? સોનુ નિગમે કહ્યું કે, દેશના ભાગલા ન કરો સિંગરે કહ્યું કે કોણે કઈ ભાષા બોલવી જોઈએ તે કહેવાનો કોઈને અધિકાર નથી.

દેશના ભાગલા ન કરો: સોનું નિગમ
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, “પંજાબી લોકો પંજાબી બોલી શકે છે, તમિલ લોકો તમિલ બોલી શકે છે અને જો તમે અંગ્રેજીમાં વાત કરી શકતા હોવ તો તમે અંગ્રેજીમાં વાત કરી શકો છો. અમારા તમામ કોર્ટના ચુકાદાઓ અંગ્રેજીમાં આપવામાં આવે છે તો આ શું છે કે આપણે હિન્દી બોલવું જોઈએ. અજય દેવગન કીચા સુદીપના ભાષા વિવાદ પર પોતાની વાત પૂરી કરતા સોનુ નિગમે કહ્યું, ‘જ્યાં અત્યારે દેશમાં આટલું બધું ચાલી રહ્યું છે, ત્યાં હવે દેશના ભાગલા ન કરો.’

Most Popular

To Top