National

EDએ સોનિયા ગાંધીની 3 કલાક પૂછપરછ કરી, ફરી સોમવારે બોલાવ્યા

નવી દિલ્હી: કોંગ્રેસ અધ્યક્ષ(Congress President) સોનિયા ગાંધી(Sonia Gandhi) ‘નેશનલ હેરાલ્ડ કેસ'(National Herald Case) સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ED સમક્ષ હાજર થયા હતા. લગભગ બે કલાક સુધી ED અધિકારીઓએ તેમની પૂછપરછ કરી હતી. EDએ તેમને 25 જુલાઈએ ફરી હાજર થવા માટે કહ્યું છે. આ પહેલા EDએ રાહુલ ગાંધીની પાંચ દિવસ સુધી પૂછપરછ કરી હતી. અગાઉ સોનિયા ગાંધી કોરોનાગ્રસ્ત થતા તેઓ ED સમક્ષ હાજર થઇ શક્યા ન હતા. બીજી તરફ EDની કાર્યવાહીના વિરોધમાં કોંગ્રેસ કાર્યકર્તાઓ દેશભરમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું.

EDની કાર્યવાહી પર ભાજપ કોંગ્રેસ સામ-સામે
સોનિયા ગાંધી પર EDની કાર્યવાહીને લઈને ભાજપ અને કોંગ્રેસના નેતાઓ સામસામે આવી ગયા હતા. જ્યાં કોંગ્રેસ કેન્દ્ર સરકાર પર EDનો રાજકીય ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો હતો. સાથે જ ભાજપનું કહેવું છે કે તપાસ એજન્સી પોતાનું કામ કરી રહી છે. બીજેપી નેતા રવિશંકર પ્રસાદે કહ્યું કે, આજે સોનિયા ગાંધીની ED દ્વારા પૂછપરછ કરવામાં આવશે. તેના વિરોધમાં કોંગ્રેસ પાર્ટી સત્યાગ્રહ કરવા જઈ રહી છે. આ કોઈ સત્યાગ્રહ નથી, તે દેશના કાયદા અને દેશની સંસ્થાઓ વિરુદ્ધની નિંદા છે. બીજી તરફ કોંગ્રેસે પણ આ મુદ્દે ગૃહમાં ચર્ચા માટે સ્થગિત પ્રસ્તાવ આપ્યો છે. તો બીજેપી નેતા ઉમા ભારતીએ ટ્વીટ કર્યું, “જો સોનિયા ગાંધી જી આજે નેશનલ હેરાલ્ડ કેસમાં ED સમક્ષ તેમની હાજરીનો વિરોધ કરી રહેલા વિરોધીઓને વિરોધ કરતા અટકાવે છે, તો તે નક્કી થશે કે તેઓ ખરેખર આ દેશના નાગરિક અને ગંભીર નેતા છે.” .

ઈડીનો દુરુપયોગ થઈ રહ્યો છે: કોંગ્રેસ
નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીની EDની પૂછપરછનો વિરોધ કરી રહેલા પાર્ટીના વરિષ્ઠ નેતા શશિ થરૂર, સીએમ અશોક ગેહલોત, સચિન પાયલટ સહિત કોંગ્રેસના ઘણા કાર્યકરોને દિલ્હી પોલીસે અટકાયત કરી હતી. રાજસ્થાનનાં સીએમ ગેહલોતે કહ્યું કે સોનિયા ગાંધીની ઉંમર 70 વર્ષથી વધુ છે, તેમણે ઘરે આવીને EDની પૂછપરછ કરવી જોઈતી હતી. આ સમયે ઈડીનો દુરુપયોગ થઈ રહ્યો છે એ વાત સૌ જાણે છે, એ કોઈ નવી વાત નથી.

દિલ્હીમાં ટ્રાફિક ડાયવર્ટ કરાયો
કોંગ્રેસના વિરોધને જોતા ટ્રાફિક પોલીસે વ્યવસ્થા જાળવવા ખાસ બંદોબસ્ત ગોઠવ્યો છે. કેટલીક જગ્યાએ ટ્રાફિક પણ ડાયવર્ટ કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા સવારે 9 થી બપોરે 2 વાગ્યા સુધી ગોલ મેથી જંક્શન, તુઘલક રોડ જંક્શન, ક્લેરિજ જંક્શન, ક્યૂ-પોઈન્ટ જંક્શન, સુનહરી મસ્જિદ જંક્શન, મૌલાના આઝાદ રોડ જંક્શન અને માન સિંહ રોડ જંક્શન પર જવાનું ટાળવાની સલાહ આપવામાં આવી છે. આ સિવાય મોતીલાલ નેહરુ માર્ગ, અકબર રોડ, જનપથ અને માનસિંહ રોડ પર પણ લોકોને જવાની મનાઈ ફરમાવવામાં આવી છે. આ ઉપરાંત ખાસ ટ્રાફિક વ્યવસ્થાના કારણે ગોલ ડાક ખાના જંકશન, પટેલ ચોક, વિન્ડસર પ્લેસ, તીન મૂર્તિ ચોક, પૃથ્વીરાજ રોડ પર બસોના આવવા પર પ્રતિબંધ છે.

Most Popular

To Top