બેંગ્લોર: કર્ણાટકમાં (Karnataka) વિધાનસભા ચૂંટણી માટે 10મેના દિવસે મતદાન થવાનું છે. તમામ પાર્ટીઓ સત્તામાં આવવા માટે જોર લગાવી રહી છે. દરમિયાન નેતાઓ દ્વારા નિવેદનબાજી શરૂ થઈ ગઈ છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે (Mallikarjun Kharge) એ ગુરુવારે PM નરેન્દ્ર મોદી(PM Narendra Modi) વિરૂદ્ધ વિવાદિત નિવેદન આપતાં તેમણે ઝેરીલા સાપ ગણાવ્યા હતા. હવે બીજેપીના ધારાસભ્ય ખડગે ના નિવેદનનો જવાબ આપતા ખોટા શબ્દોનો ઉપયોગ કરવામાં એક પગલું વધારે આગળ નીકળી ગયા છે. બીજેપીના ધારાસભ્યએ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી (Sonia Gandhi)ને ‘વિષકન્યા’ ગણાવ્યા છે.
બીજેપી ધારાસભ્ય બાસનગૌડાએ કોપ્પલમાં એક સભામાં પોતાના વક્તવ્ય દરમિયાન સોનિયા ગાંધીને ‘વિષકન્યા’ કહ્યાં હતાં. બાસનગૌડાએ કહ્યું કે, ‘સમગ્ર દુનિયા મોદીથી સહમત થઈ. અમેરિકાએ એક સમયે તેમણે વીઝા આપવાથી ઈનકાર કરી દીધો હતો. પછી તેમનું રેડ કાર્પેટ પર સ્વાગત ર્ક્યુ.’ બાસનગૌડાએ મલ્લિકાર્જુન ખડગેના નિવેદન પર પલટવાર કરતાં કહ્યું કે, ‘હવે તે (ખડગે) તેમની (PM મોદીની) તુલના કોબરા સાપથી કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે તે ઝેર કાઢશે પણ જે પાર્ટીમાં તમે (ખડગે) નાચી રહ્યા છો, તેના નેતા શું સોનિયા ગાંધી વિષકન્યા છે? સોનિયાએ ચીન અને પાકિસ્તાનની સાથે તેમના એજન્ટના રૂપમાં કામ કર્યું.’
ખડગેએ PM મોદીને ગણાવ્યા હતા ઝેરીલા સાપ
આ અગાઉ ગુરુવારે એક સભા દરમિયાન ખડગેએ કહ્યું હતું કે, મોદી ઝેરીલા સાપની જેમ છે. તમે તેને ઝેર સમજો કે ન સમજો પણ જો તમે એનો સ્વાદ લેશો તો મરી જશો. તમે વિચારી શકો છો કે શું આ સાચ્ચે જ ઝેર છે? મોદી એક સારા વ્યક્તિ છે. તેમણે જે આપ્યું છે, તેને આપણે જોઈશું. તમે જ્યારે તેનો સ્વાદ લેશો તો પૂરી રીતે ઉંઘી જશો.
ખડગેએ કરી સ્પષ્ટતા
બીજેપી મલ્લિકાર્જુન ખડગેના આ નિવેદનની ટીકા કરતા કોંગ્રેસ પર નિશાનો સાધી રહી છે. બીજી બાજુ વિવાદ વધતાં ખડગેએ પોતાના નિવેદન પર સ્પષ્ટતા આપી છે. તેમણે કહ્યું કે, ‘બીજેપીની વિચારધારા વિભાજનકારી, વૈમનસ્યપૂર્ણ, ગરીબ અને દલિતોના પ્રતિ નફરત અને પૂર્વાગ્રહથી ભરેલી છે. હું આ જ નફરત અને દ્વેષની રાજનીતિની ચર્ચા કરી છે. મેં તેમને (PM મોદી) વિશે આ વાત નથી કરી. હું વ્યક્તિગત નિવેદન નથી આપતો. મારા કહેવાનો અર્થ એ છે કે તેમની વિચારધારા સાપની જેમ છે. જો તમે આસ્વાદ લેવાનો પ્રયત્ન કરશો તો મૃત્યુ થવાનું નિશ્ચિત છે.’