Business

સરકારની આ નીતિને લીધે રેસીડેન્સિયલ વિસ્તારોમાં લોકો મોંઘાદાટ સોલાર પ્લાન્ટ નાખવાનું ટાળશે

સુરત: ગુજરાત સરકારે સોલાર એનર્જી સેક્ટર (Solar energy sector)ને સબસીડી (subcidy) બંધ કરવાની જાહેરાત કરતા જે ઉદ્યોગકારોએ વીજળીખર્ચ બચાવવા અને વધારાની વીજળી (Electricity) વીજકંપનીઓને વેચવા માટે સોલાર પ્લાન્ટ (Solar plant) નાખ્યા હતા તેમને મોટો ફટકો પડ્યો છે.

સરકારની આ નીતિને લીધે ઔદ્યોગિક વિસ્તારો અને રેસીડેન્સિયલ વિસ્તારોમાં લોકો મોંઘાદાટ સોલાર પ્લાન્ટ નાખવાનું ટાળશે. જેનો સીધો લાભ વીજકંપનીઓને મળશે. કોરોના (Corona) સંક્રમણ પછી રાજ્ય સરકારની તિજોરી તળિયા ઝાટક થતા છેલ્લા છ મહીનાથી રાજ્ય સરકારે રીન્યુએબલ પાવર એનર્જી જનરેશન ડેવલપમેન્ટ- 2019 સ્કીમની સબસીડી મળી શકી નથી. જેથી ઉદ્યોગકારો આર્થિક ભીંસમાં મુકાયા છે. સરકારે સબસીડી રદ કરતા રોકાણકારોને 2200 કરોડનું નુકશાન રાજ્યભરમાં થયુ છે.

એકતરફ સરકાર 2030માં 30 ગીગા વોટ લક્ષ્યાંકની વાતો કરી રહી છે. તે લક્ષ્યાંકને હવે મોટો ફટકો પડશે. દક્ષિણ ગુજરાતમાં પણ મોટાપાયે ઉદ્યોગકારોએ સોલાર પેનલમાં રોકાણ કર્યુ હતુ. તેમને આ રોકાણ માથે પડશે. એક અંદાજ ગુજરાતમાંથી 4000 પૈકી 4૦ ટકા એટલે કે 16૦૦ થી વધુ એકમો સુરતના ઉત્પાદકોના છે . જે સીધા ૭ લાખ ઘરોને વીજળી મળી શકે તેટલું વીજ જનરેશન કરે છે. સુરતના એક ઉદ્યોગકારે જણાવ્યું હતું કે, 4000 એકમો પૈકી સુરતના ૪૦ ટકા ઉત્પાદકોએ પોતાના એકમો સ્થાપ્યા છે. જે પૈકી કેટલાક લોકો મધ્યમવર્ગીય છે અને પોતાની બચતમૂડી પણ નાખી છે. રાજ્ય સરકારની યોજના પ્રમાણે પાવર જનરેશન પેટે પ્રતિ યુનિટ 2.83 ની મળવાપાત્ર સબસિડીની રકમ છેલ્લાં ૬ માસથી અટવાઈ પડી છે.

સુરતના વસવાટી વિસ્તારોમાં પણ લોકોએ રૂફટોપ અને છત પર બે મેગાવાટથી લઇ પાંચ મેગાવાટ સુધીના સોલાર પેનલ મુકી હતી. જોકે હવે સબસીડી બંધ થતા મેન્ટેનન્સ ખર્ચ પણ તેમના માથે આવશે. 4000 એકમો થકી 10,000 થી વધુ લોકોને રોજગારી પ્રાપ્ત થાય છે . તેમજ કુલ ૭ લાખ ઘરોને ચાલે તેટલી વીજળીનું ઉત્પાદન થાય છે. તે થકી સુરતના 3 લાખ ઘરોને વીજળી પહોંચે છે.

Most Popular

To Top