ગાંધીનગર: ‘સોલાર રૂફટોપ યોજના’ ‘સૂર્ય ગુજરાત’ યોજનાથી સોલાર (Solar) ઉત્પાદનમાં દેશભરમાં ઉત્પન્ન થતી વીજળીમાં ૮૦ ટકા વીજળી ગુજરાત (Gujarat) ઉત્પન્ન કરે છે, તેવું ઉર્જા મંત્રી કનુ દેસાઈએ જણાવ્યું હતું.
આણંદ જિલ્લામાં ૧૦૨૮૪ વીજ ગ્રાહકોની નોંધણી થયેલી છે, જેની કુલ વીજ ક્ષમતા ૩૯૯૧૧ કિ.વોટ છે આ વીજ ગ્રાહકોને નોંધણી અંતર્ગત ૮૫૯૫ વીજ ગ્રાહકોએ ૩૫૧૧૪૮ કિ. વોટ વીજળી ૩૧/૧૨/૨૨ ના બે વર્ષની સ્થિતિએ ઉત્પન્ન થઈ છે જેનાથી વીજ ગ્રાહકોને રૂપિયા ૭ કરોડ ૩૭ લાખની બચત થઈ છે. આ જ પ્રમાણે ભરૂચ જિલ્લામાં ૮૭૨૩ વીજ ગ્રાહકો નોંધાયેલ છે, જેની વીજ ક્ષમતા ૩૯૯૪૧ કિ.વોટ છે. ભરૂચ જિલ્લામાં ૭૨૦૦ ગ્રાહકોએ સૂર્ય યોજનાથી ૨૧.૩૫ લાખ યુનિટ વીજ ઉત્પાદન કર્યું છે, જેનાથી વીજ ગ્રાહકોને રૂપિયા ૪ કરોડ ૩૫ લાખની બચત થઈ છે.
સૂર્ય યોજના અંતર્ગત રહેણાંક વિસ્તારમાં વિસ્તાર માટેની આ યોજનામાં ત્રણ કિલો વોટ સુધી ૪૦ ટકા ત્રણ કિલો વોટ થી વધુ અને ૧૦ કિલો વોટ સુધી ૨૦ ટકા સબસીડી આપવામાં આવે છે. ૧૦ કિલો વોટ થી વધુ કિલો વોટ પર સબસીડી મળવા પાત્ર નથી. કોમન વપરાશ માટે આ યોજના અંતર્ગત ૧૦ કિ. વોટ થી વધુ વપરાશ માટે ત્રણ કિ. વોટ સુધી ૨૦ ટકા ત્રણ કિ. વોટથી વધુ અને ૪ કિ.વોટ થી ૧૦ કિ. વોટ સુધી ૨૦ ટકા સબસીડી આપવામાં આવે છે.