Business

સરકાર સૌર અને પવન ઊર્જાથી સંચાલિત ઈલેક્ટ્રિક હાઈવે વિકસાવશે: ગડકરી

નવી દિલ્હી: (New Delhi) સરકાર સૌર ઉર્જા (Solar Enerjgy) દ્વારા સંચાલિત ઇલેક્ટ્રિક હાઇવે (Electric Highway) વિકસાવવા પર કામ કરી રહી છે, જે હેવી ડ્યુટી ટ્રક અને બસોના ચાર્જિંગને સરળ બનાવશે, એમ કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ (Niten Gadkari ) સોમવારે જણાવ્યું હતું.ઈન્ડો-અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ (આઈએસીસી) દ્વારા આયોજિત એક કાર્યક્રમને સંબોધતા ગડકરીએ કહ્યું હતું કે સરકાર ભારતની જાહેર પરિવહન વ્યવસ્થાને વીજળી પર વિકસાવવા માંગે છે.સરકાર ઇલેક્ટ્રિક ગતિશીલતા માટે સૌર (Solaer) અને પવન ઊર્જા (Wind Energy) આધારિત ચાર્જિંગ મેકેનીઝમ્સને (Charging Mechanisms) મજબૂત રીતે પ્રોત્સાહિત કરી રહી છે.’

ઇલેક્ટ્રિક હાઇવે મુસાફરી કરતા વાહનોને પાવર સપ્લાય કરે છે
ઇલેક્ટ્રિક હાઇવે વિકસાવવા પર પણ કામ કરી રહ્યા છીએ, જે સૌર ઉર્જાથી સંચાલિત હશે અને આ ભારે ડ્યુટી ટ્રક અને બસોને ચાર્જ કરવાની સુવિધા આપશે’, એમ તેમણે કહ્યું હતું.ઈલેક્ટ્રિક હાઈવે સામાન્ય રીતે એવા રસ્તા હોય છે જે તેના પર મુસાફરી કરતા વાહનોને પાવર સપ્લાય કરે છે, જેમાં ઓવરહેડ પાવર લાઈનોનો પણ સમાવેશ થાય છે.ગડકરીએ કહ્યું હતું કે સરકાર ટોલ પ્લાઝાને સૌર ઉર્જાથી સંચાલિત કરવા માટે પણ પ્રોત્સાહિન આપી રહી છે.ગડકરીએ કહ્યું હતું કે માર્ગ મંત્રાલયે મુખ્ય કોરિડોર પર રૂટ ઓપ્ટિમાઇઝેશન કવાયત હાથ ધરી છે.

26 ‘ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ વે’નું નિર્માણ કરી રહ્યા છીએ:ગડકરી
સારી રીતે વિકસિત ઇન્ફ્રાસ્ટ્રક્ચર આર્થિક પ્રવૃત્તિઓમાં વધારો કરે છે, નવા વ્યવસાયોનું સર્જન કરે છે અને નવા રોજગારને પ્રોત્સાહન આપે છે, એમ ભારપૂર્વક ગડકરીએ કહ્યું હતું.અમે 26 ‘ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ વે’નું નિર્માણ કરી રહ્યા છીએ’, એમ ગડકરીએ જણાવ્યું હતું.ગડકરીએ વધુમાં કહ્યું હતું, પી.એમ. ગતિ શક્તિ માસ્ટર પ્લાનની લોન્ચ સાથે પ્રોજેક્ટ્સને ઝડપી મંજૂરી મળશે અને તેનાથી લોજિસ્ટિક ખર્ચમાં ઘટાડો થશે.તેમણે કહ્યું હતું કે ભારત અને અમેરિકા સારા મિત્ર છે, તેમણે અમેરિકાના ખાનગી રોકાણકારોને ભારતના લોજિસ્ટીક, રોપવે અને કેબલ કાર સેક્ટરમાં રોકાણ કરવા આમંત્રિત કર્યા હતાં.
તેમણે માહિતી આપી હતી કે રાષ્ટ્રીય રાજમાર્ગની સાથે અંદાજે 3 કરોડ વૃક્ષો રોપવામાં આવશે અને સરકાર રાજમાર્ગોનો વિસ્તાર કરતી અને બાંધકામ કરતી વખતે વૃક્ષોને રોપવાની પદ્ધતિ અપનાવી રહી છે.

Most Popular

To Top