National

શ્રાદ્ધના છેલ્લાં દિવસે સૂર્યગ્રહણ, ક્રિયા કરવી કે નહીં?, ભારતમાં શું થશે અસર જાણો..

આ વર્ષનું બીજું અને છેલ્લું સૂર્ય ગ્રહણ તા.21 સપ્ટેમ્બર 2025ના રોજ થશે. આ સૂર્ય ગ્રહણ તા.21 સપ્ટેમ્બરના રોજ રાત્રે 11 વાગ્યાથી 3.2વાગ્યા સુધી ચાલશે. આ એક આંશિક સૂર્ય ગ્રહણ હશે. જોકે આ સૂર્ય ગ્રહણ ભારતમાં દેખાશે નહીં. જેથી સૂતક કાળ માન્ય રહેશે નહીં. પરંતુ ન્યુઝીલેન્ડ, પૂર્વી ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ પેસિફિક જેવા દેશોમાં જોવા મળશે. આ સૂર્ય ગ્રહણ કન્યા રાશિમાં થશે.

2025નું સૂર્યગ્રહણ અમાસના દિવસે એટલે કે પિતૃ પક્ષના છેલ્લા દિવસે આવશે. આ દિવસ પિતૃ તર્પણ અને શ્રાદ્ધ માટે મહત્વનો માનવામાં આવે છે. આચાર્યો કહે છે કે સૂતક કાળ શરૂ થાય તે પહેલાં શ્રાદ્ધકર્મ પૂર્ણ કરી લેવાં જોઈએ. જો કે આ સૂર્યગ્રહણ ભારતમાંથી દેખાશે નહીં. પરંતુ ન્યુઝીલેન્ડ જેવા દેશોમાં જોવા મળશે. જ્યોતિષીઓનું માનવું છે કે ભલે ગ્રહણ આપણા દેશમાં ન દેખાય પરંતુ સૂતક કાળનો પ્રભાવ ધાર્મિક રીતે માન્ય છે. સામાન્ય રીતે ધાર્મિક પરંપરાઓ મુજબ સૂર્યગ્રહણ કે ચંદ્રગ્રહણને અશુભ માનવામાં આવે છે અને એ સમયે ધાર્મિક કાર્ય ટાળવામાં આવે છે.

આ ગ્રહણ બીજી રાશિઓ કરતાં મિથુન રાશિને વધુ અસર કરશે

મિથુન રાશિ પર શું અસર પડશે?

સ્વાસ્થ્ય પર કેવી અસર
આ ગ્રહણ મિથુન રાશિના જાતકોના સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરી શકે છે. થાક, તણાવ જેવી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.

ચિંતામાં વધારો થઈ શકે
આ સમયગાળા દરમિયાન વ્યક્તિઓ નાની નાની બાબતોમાં ચિંતામાં ડૂબી શકે છે. લાગણીઓને કાબૂમાં રાખવી મુશ્કેલ બની શકે છે. જેના કારણે માનસિક અસ્થિરતા આવે છે. ગેરસમજણો વ્યક્તિગત સંબંધોમાં અંતર બનાવી શકે છે. તેમજ પરિવારના સભ્યો સાથે મતભેદ થવાની સંભાવના છે.

વધુ ગુસ્સો કરવું હાનિકારક બની શકે
મિથુન રાશિના લોકોએ આ સમય દરમિયાન પોતાના ગુસ્સા અને અહંકાર પર ખાસ નિયંત્રણ રાખવાની જરૂર છે. ખોટી રીતે બોલાયેલા શબ્દો સંબંધોમાં તણાવ અને કામ પર સંઘર્ષ તરફ દોરી શકે છે. જેથી આ રાશિ વાળા જાતકોએ ખોટી દલીલો ટાળવું જોઈએ.

ગ્રહણ દરમિયાન શું કરવું?
આ સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહીં તેથી સૂતક કાળ લાગુ પડશે નહીં. તેમ છતાં કેટલીક સાવચેતીઓ રાખવી ફાયદાકારક છે. સગર્ભા સ્ત્રીઓએ ખાસ સાવધાની રાખવાની જરૂર છે. જાતકોએ વાણી પર સંયમ રાખવો જોઈએ. બીજા સાથે બિનજરૂરી ઝઘડા ટાળવા જોઈએ. સૂર્યગ્રહણ દરમિયાન ભગવાન સૂર્યની પૂજા કરો અને ગાયત્રી મંત્રનો જાપ કરો.

ધાર્મિક માન્યતાઓ અનુસાર સૂર્યગ્રહણ દરમિયાન દાનનું વિશેષ મહત્વ છે. તેથી આ સમયગાળા દરમિયાન જરૂરિયાતમંદોને દાન કરો.

Most Popular

To Top