વલસાડ: છેલ્લા થોડા સમયથી સોશ્યલ મિડિયામાં (Social Media) આગ થકી વાળ કાપવાના (Hair Cut) વિડિયો ભારે વાયરલ થઇ રહ્યા છે. જેના કારણે આગ થી વાળ કપાવવાનો એક ટ્રેન્ડ (Trend) શરૂ થયો છે. જોકે, આ ટ્રેન્ડ વાપીના યુવકને ભારે પડ્યો હતો. વાપીના એક સલુનમાં (Salon) આગ થી વાળ કપાવવા ગયેલો યુવક આગથી દાઝી જતાં તેને વલસાડની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો.જોકે તેને પ્રાથમિક સારવાર આપ્યા બાદ રજા આપી દેવામાં આવી હતી.પરંતુ અહીં સોશિઅલ મીડિયાના ટ્રેન્ડનું ઘેલું આજકાલ દરેક લોકોને લાગ્યું છે જેમાં ખાસ કરીને યુવા વર્ગ તેની ઘેલછામાં આવીને નવા-નવા કીમિયાઓ કરતા હોઈ છે.અને નકલ માં અક્કલ નથી હોતી તે કહેવત અહીં સાચી ઠરે છે.કારણકે બર્નિગ હેર કટિગ એક કળા છે પણ જો તે પ્રોફેશન હેર ડ્રેસર કરે તો ઠીક નહિ તો વાપીના આ યુવક જેવા હાલ થાય તો નવાઈની વાત નહિ રહે…
વિડિયોની વલસાડ પંથકમાં ભારે ચર્ચા ચાલી
વાપી ભડકમોરા ગામે બન્ટીના સલુનમાં આરીફ નામનો યુવક આગથી વાળ કપાવવા ગયો હતો. સલુનમાં આરીફ ફાયર હેર કટીંગ કરાવવા બેઠો એટલે વાળ કાપનારે તેના વાળમાં આગ લગાવી હતી. જોકે, આ આગ જોઇને આરીફ ગભરાઇ ગયો અને તે દોડવા લાગ્યો હતો. જેના કારણે તે ગળા અને છાતીના ભાગ થી દાઝી ગયો હતો. જેનો વિડિયો પણ સોશ્યલ મિડિયામાં વાયરલ થયો છે. આ વિડિયોની વલસાડ પંથકમાં ભારે ચર્ચા ચાલી હતી. દાઝી ગયેલા આરીફને સારવાર અર્થે વલસાડ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેને સારવાર અપાઇ હતી અને હાલ તેની હાલત સુધારા પર છે.
નકલમાં ખરેખર અકલ નથી હોતી તે સાબિત થયું
આજકાલ દરેક લોકો સોશિઅલ મીડિયાના પ્રભાવમાં આવી ગયા છે.અને જોવા જઈએ તો ખાસ કરીને યુવા પેઢી તેની માયાજાળમાં બુરી રીતે લપેટાઈ ગયું છે.હા આ માધ્યમનો જો બિલકુલ સાચી રીતે ઉપયોગ થતો હોઈ તો ઠીક પણ જો કોપી કરીને શીખવા ગયા તો પરિણામ જોઈએ તેવું નથી આવતું. વાપીની સલૂનમાં જે થયું તેના ઉપરથી ફલિત થાય છે કે ખરેખર નકલમાં અકાળ હોતી નથી.બર્નિગ હેરસ્ટાઇલની કટિંગ જો પ્રોફેસનલ હેર ડ્રેસર કરી આપે તો ઠીક વાત છે પણ જો કોઈ નવ સિખીયો આ રીતે કરે તો હાદસો થઇ જતો હોઈ છે જેમાં શંકાને સ્થાન નથી.