National

… તો પછી કાળી ફૂગ માટે શું ઔદ્યોગિક ઓક્સિજન જવાબદાર છે? એઈમ્સના ડોક્ટરનો સવાલ

કોરોના સંકટ (Corona pandemic) વચ્ચે, દેશભરમાં કાળી ફૂગ (મ્યુકરમાયકોસિસ)ના કેસો સતત આવી રહ્યા છે. કેટલાક રાજ્યોએ કાળી ફૂગ (Black fungus)ને રોગચાળો (epidemic) જાહેર કર્યો છે. ત્યારે બ્લેક ફંગસ નામના રોગથી લોકો નવા ટેન્શનમાં મુકાયા છે. હવે મોટો પ્રશ્ન એ છે કે આ રોગ કેમ વધી રહ્યો છે તેનું કારણ શું છે?

શરૂઆતમાં એવું કહેવામાં આવી રહ્યું હતું કે કાળી ફૂગનું મુખ્ય કારણ સ્ટીરોઇડ્સ (steroids) છે. પરંતુ હવે દિલ્હી (Delhi)ની એક પ્રતિષ્ઠિત હોસ્પિટલ એઈમ્સ (AIIMS)ના પ્રોફેસર ડોક્ટર ઉમા કુમારે આ અંગે સવાલ ઉઠાવ્યા છે અને તેમનો દાવો છે કે આ રોગના ઘણાં વધુ કારણો (more reasons of mucormycosis) છે. કાળી ફૂગના કેસમાં વધારો થવાનાં કારણો અંગે પ્રો.ડો.ઉમા કુમારે જણાવ્યું હતું કે મેડિકલ ઓક્સિજનને બદલે કોરોના દર્દીઓને આપવામાં આવતા ઔદ્યોગિક ઓક્સિજન (Industrial oxygen)ને કારણે કેસ વધી રહ્યા છે. તેમણે એમ પણ કહ્યું કે હ્યુમિડિફાયર્સમાં જંતુરહિત પાણીને બદલે ગંદા પાણીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ સિવાય ગંદા ગંદા માસ્કનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ઉપરાંત, સ્ટીરોઇડ્સનો ખોટો ઉપયોગ પણ આનું એક મુખ્ય કારણ છે.

ગુજરાતના અમદાવાદમાં 13 વર્ષના બાળકમાં બ્લેક ફંગસ (મ્યુકરમાયકોસીસ)નો કિસ્સો સામે આવ્યો છે. શુક્રવારે અમદાવાદમાં એપલ ચિલ્ડ્રન્સ હોસ્પિટલમાં બાળકમાં મ્યુકરમાયકોસીસ રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ ઓપરેશન (operation) કરવામાં આવ્યું હતું. 13 વર્ષના બાળકમાં કાળો ફૂગનો આ પહેલો કેસ (first case in India) છે. બાળક અગાઉ કોરોના પોઝિટિવ (corona positive) બન્યું હતું. બાળકની માતા પણ કોરોના પોઝિટિવ હતી, જેના કારણે તેનું મોત પણ નીપજ્યું હતું. આ સિવાય બાળકમાં કોઈ પણ પ્રકારનો રોગ ન હતો.

દેશના વિવિધ ભાગોમાં કાળી ફૂગના 7 હજારથી વધુ કેસ

કોરોના કટોકટીની વચ્ચે, કાળી ફૂગ ઝડપથી ફેલાઇ રહ્યો છે. દેશના વિવિધ ભાગોમાં અત્યાર સુધીમાં કાળી ફૂગના 7,251 કેસ નોંધાયા છે, જેમાં 219 લોકોનાં મોત નીપજ્યાં છે. કેન્દ્ર સરકારે ગઈકાલે ગુરુવારે કહ્યું હતું કે રાજ્યોએ બ્લેક ફંગસને રોગચાળો અધિનિયમ 1897 હેઠળ રોગચાળો જાહેર કરવો જોઈએ. 

કાળી ફૂગથી મહારાષ્ટ્ર સૌથી અસરગ્રસ્ત રાજ્ય છે અને તેમાં 1,500 કેસ છે અને 90 લોકોનાં મોત પણ નોંધાયા છે. જ્યારે ગુજરાતમાં કાળી ફૂગના 1,163 કેસો મળી આવ્યા છે અને 61 લોકોનાં મોત નીપજ્યાં છે.

Most Popular

To Top