Sports

સ્મૃતિ મંધાનાના લગ્ન મુલતવી, પિતાની તબિયત અચાનક થઈ ખરાબ

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સ્ટાર ખેલાડી સ્મૃતિ મંધાનાના લગ્ન પિતાની તબિયત અચાનક નબળી પડતાં મુલતવી રાખવામાં આવ્યા છે. આજે બપોરે લગ્ન થવાના હતા પરંતુ પરિવાર દ્વારા નિર્ણય બદલી દેવામાં આવ્યો. સ્મૃતિ મંધાનાના મેનેજર તુહિન મિશ્રાએ સમાચાર એજન્સીને આ વાતની પુષ્ટિ આપી છે.

ભારતીય ક્રિકેટર સ્મૃતિ મંધાના અને પલાશ મુછલના લગ્નની તૈયારીઓ છેલ્લા કેટલાક દિવસોથી જોરશોરથી ચાલી રહી હતી. ગત શનિવારે મહેંદી અને હળદર જેવી પરંપરાગત વિધિઓ પણ ઉત્સાહપૂર્વક યોજાઈ હતી. આ કાર્યક્રમોના અનેક વીડિયો અને ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. જેમાં બંનેના પરિવારજનો અને મિત્રોની હાજરી જોવા મળી હતી.

પરંતુ આજે તા. 23 નવેમ્બર રવિવારે અચાનક જ સ્મૃતિના પિતાની તબિયત બગડતાં સમગ્ર લગ્ન કાર્યક્રમને અટકાવી દેવાનો નિર્ણય લેવાયો છે. સ્મૃતિ મંધાનાના મેનેજર તુહિન મિશ્રાએ સમાચાર એજન્સીને પુષ્ટિ કરતાં જણાવ્યું કે “સ્મૃતિના પિતાની તબિયત નાજુક હોવાથી લગ્ન અનિશ્ચિત સમય માટે મુલતવી રાખવામાં આવ્યા છે.”

લગ્ન માટે ખાસ સજાવટ, મહેમાનોની યાદી અને વિધિઓની તમામ તૈયારી પૂર્ણ થઈ ગઈ હતી પરંતુ પરિવાર માટે પિતાનું સ્વાસ્થ્ય પ્રથમ હોવાને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો. હાલ સ્મૃતિ મંધાના અને તેમનો પરિવાર હોસ્પિટલમાં હાજર છે અને પિતાની તબિયત સ્થિર થાય ત્યાર બાદ નવી તારીખ નક્કી કરવામાં આવશે.

ક્રિકેટ જગતમાં અને ફેન્સમાં આ સમાચાર બાદ ચિંતા જોવા મળી છે અને સૌએ તેમના પિતાના વહેલા સાજા થવાની શુભેચ્છાઓ પાઠવી છે.

Most Popular

To Top