SURAT

સ્મૃતિ ઈરાની સુરતની મુલાકાતે,ભાજપ કાર્યાલય ખાતે યોજાય પત્રકાર પરિષદ,કેન્દ્રીય બજેટ પર વિસ્તૃત ચર્ચા,પ્રજાલક્ષી વિકાસની દિશા રજૂ

કેન્દ્રીય પૂર્વ મંત્રી સ્મૃતિ ઈરાની આજે સુરતની મુલાકાતે આવ્યા હતા. આ દરમિયાન તેમણે ભાજપ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદ યોજી કેન્દ્ર સરકારના તાજા બજેટ અંગે વિસ્તૃત માહિતી આપી. સ્મૃતિ ઈરાનીએ જણાવ્યું કે આ બજેટ “પ્રગતિશીલ ભારતનું બજેટ” છે, જે દેશના સર્વાંગી વિકાસ માટે મજબૂત આધાર પુરો પાડે છે.પત્રકાર પરિષદમાં વિવિધ ક્ષેત્રના પ્રોફેશનલોની હાજરી રહી, જેમણે બજેટના અલગ–અલગ પાસાઓ પર ચર્ચા કરી. વધુમાં સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે આ બેઠક દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વને અભિનંદન આપવામાં આવ્યા અને નાગરિકોએ પણ દેશના વિકાસ માટે રજૂ કરાયેલા વિઝનને બિરદાવ્યું. તેમણે ઉમેર્યું કે પીએમ મોદીએ દેશના સામર્થ્યને વધારવા માટે જે બજેટ રજૂ કર્યું છે, તે આવનારા વર્ષોમાં ભારતને વધુ મજબૂત બનાવશે.

સ્મૃતિ ઈરાનીએ બજેટમાં બાયો-ફાર્મા ક્ષેત્ર પર વિશેષ ધ્યાન આપવાની વાત કરી. તેમણે જણાવ્યું કે વાયુ ફાર્મા અને બાયો ફાર્મા શક્તિ માટે ૧૦ હજાર કરોડ રૂપિયાનું બજેટ જાહેર કરાયું છે, જે આરોગ્ય અને સંશોધન ક્ષેત્રમાં નવી તકો સર્જશે. આ સાથે જ, બજેટથી સુરતના વિશેષ MSME સેક્ટરને પણ મોટો લાભ થયો હોવાનું તેમણે જણાવ્યું. MSME માટે બજેટમાં મહત્વપૂર્ણ જોગવાઈઓ કરવામાં આવી છે, જેના કારણે નાના અને મધ્યમ ઉદ્યોગોને નવી ઊર્જા મળશે. આ સાથે જ ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ પર કેન્દ્ર સરકારે વિશેષ ધ્યાન આપ્યું છે, જેને નાગરિકોએ સ્વીકાર્યું છે. સ્મૃતિ ઈરાનીએ જણાવ્યું કે વર્ષ ૨૦૧૪ની સરખામણીએ આજે દેશ ૩૭ બિલિયન ડોલરના વિકાસની દિશામાં આગળ વધી રહ્યો છે. મેન્યુફેક્ચરિંગ, બાયો ફાર્મા અને ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્ર માટે બજેટમાં કરાયેલ પ્રાવધાનો રોજગાર સર્જનમાં મહત્વની ભૂમિકા ભજવશે.

સ્મૃતિ ઈરાની એ કરી સુરત શહેર પર ચર્ચા

પ્રધાનમંત્રી મોદીએ સ્વતંત્રતા દિવસ પર ૩૫૦થી વધુ રિફોર્મની જાહેરાત કરી હતી, જેમાં GSTનો પણ સમાવેશ થાય છે. ટેક્સટાઇલ પાર્કની જાહેરાતથી વેપાર ક્ષેત્રમાં નવી આશાનું કિરણ જાગ્યું છે. ૧૧ વર્ષ પહેલા જન ધન યોજનાથી દેશના કરોડો નાગરિકો બેંકિંગ સિસ્ટમ સાથે જોડાયા અને હજારો કરોડ રૂપિયાની બચત ખાતાઓમાં જમા થઈ છે. સ્મૃતિ ઈરાનીએ અંતમાં જણાવ્યું કે સંકલ્પિત સરકાર અને “કર્તવ્ય માર્ગ”ના વિચારથી વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવાનો સતત પ્રયાસ ચાલી રહ્યો છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસથી ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને આર્થિક લાભ મળશે અને દેશ આત્મનિર્ભરતા તરફ વધુ ઝડપથી આગળ વધશે..

Most Popular

To Top