SURAT

સુરતમાં ‘તૌકતે’ માટે પાલિકા તંત્ર તૈનાત: રાતોરાત કન્ટ્રોલરૂમ શરૂ, તમામ ફ્લડ ગેટ ખોલી દેવાયા

સુરત: ‘તૌકતે’ વાવાઝોડા (Tauktae cyclone) માટે સુરત મહાપાલિકા (smc) દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. વાવાઝોડાને કારણે ભારે પવન ફૂંકાવા (heavy wind) તથા હળવાથી ભારે વરસાદ (heavy rainfall) પડવાની શક્યતા રહેલી હોય મનપાના તાપી નદીમાં આવેલા તમામ ફ્લડ ગેટ ખોલી (flood gate open) નાખવામાં આવશે. સાથે સાથે તમામ સાધનસામગ્રી સાથે ટીમોને તૈયાર રહેવા માટે મનપા કમિશનરે સુચના આપી દીધી છે.

શહેરમાં શનિવારે મધ્યરાત્રિથી પવન ફુંકાવવાની સાથે ભારે વરસાદની સંભાવનાને લઈ મનપા મુખ્ય કચેરી (main office) તેમજ તમામ ઝોન કચેરી ખાતે તાકીદે આજથી જ કંટ્રોલ રૂમ (control room) કાર્ય૨ત કરી દેવાયા છે. વિય૨-કમ-કોઝવે ખાતે કંટ્રોલ રૂમને સતર્ક રાખવા જણાવી દેવાયું છે. બિસ્માર મિલ્કતો, કાચા–પાકા મકાનના છા૫રા-પતરા તેમજ ઝુંપડા અંગે તકેદારીના પગલા લેવા, સ્થળાંતર ક૨વા માટે સંબંધિત વિસ્તા૨માં શાળાના ઓરડાઓ (School room for migrant)ની વ્યવસ્થા કરાશે. ચેમ્બર/જાળીયા પર ઢાંકવામાં આવેલા કામચલાઉ કવરો ભારે વ૨સાદના સંજોગોમાં દૂર કરાવવા તથા સ૨ળતાથી પાણીનો નિકાલ થાય તે માટે જરૂરી સફાઈ થાય તે માટેની ટીમ 24 કલાક તૈનાત કરી દેવાઈ છે. મોટી બિલ્ડીંગ ઉ૫૨ ભયજનક રીતે હોર્ડીગ્સ લગાવેલા હોય તો તે ઉતારી લેવા ઈજા૨દા૨ને સુચના આપી દેવાઈ છે. અતિ ઝડપથી પવન ફુંકાવવાની શકયતાને કારણે, ઝોન દીઠ ટીમ બનાવીને ઝાડ પડતા તરત જ દુર કરી વાહન વ્યવહાર રાબેતા મુજબ ચાલુ થાય અને જાન–માલને કોઈ નુકસાન ન થાય તે માટે પણ 24 કલાક ટીમ સ્ટેન્ડબાય કરી દેવાઈ છે. તેમજ ઝોન કચેરી પર તમામ સાધનો જેવા કે, જેસીબી, લોડર, ટ્રક, પાવડા રાખવામાં આવ્યા છે.

ડુમસ બીચને બેરિકેડ કરી લોકો માટે બંધ કરી દેવાયો

વાવાઝોડાને પગલે ડુમસ બીચને પણ બેરિકેડ કરીને લોકો માટે બંધ કરી દેવામાં આવ્યો છે. લોકોને બીચ પર ન જવા માટેની સૂચના આપી દેવામાં આવી છે. સાથે સાથે એરપોર્ટ રોડ-વી.આઈ.પી. રોડની સાઈડના ઝાડ તથા અન્ય વિસ્તારોમાં તમામ મોટા ઝાડને વાવાઝોડાને ધ્યાને રાખી ટ્રીમિંગ કરાવી સ૨ખા ક૨વા માટે સૂચના આપી દેવાઈ છે.

બચાવની કામગીરી માટે મેડિકલ ટીમો પણ તૈયાર કરી દેવાઈ

મનપા દ્વારા વાવાઝોડાને લઈને મેડિકલ ટીમો પણ સ્ટેન્ડબાયમાં રાખવામાં આવી છે. સાથે સાથે દવાનો પુરતો સ્ટોક રાખવામાં આવ્યો છે. મોટી જાનહાનિ થાય તે માટે મનપાએ મેડિકલની તમામ તૈયારીઓ કરી લીધી છે. સ્મીમેર, મસ્કતિ હોસ્પિટલ તથા ખાનગી હોસ્પિટલોને ઈમ૨જન્સી માટે તૈયાર રહેવાની સૂચના આપવામાં આવી છે. સાયકલોન રિલેટેડ ઈમરજન્સી વોર્ડ, ઓ.ટી. પુ૨તો દવાનો જથ્થો તથા જનરેટર વિગેરે જેવી આવશ્યક સાધન સામગ્રી તૈયાર રાખવા તથા તબીબી ટીમ હાજર રાખવા સૂચના આપવામાં આવી છે. શેલ્ટરોમાં પણ સુવિધાઓ રાખવામાં આવી છે.

દરિયાકાંઠાના લોકોને શિફ્ટિંગ માટે તૈયાર રહેવા સૂચના અપાઈ

શહેરમાં દરિયાકાંઠા પાસે રહેતા લોકોને જરૂર પડ્યે તો સલામત સ્થળે ખસેડવા પડશે. જેને લઈને પણ માટે જરૂરી વાહનો તૈયા૨ રાખવા સુચના આપવામાં આવી છે. સાથે સાથે હજીરા, ઈચ્છાપોર તથા સચીન જેવા ઇન્ડસ્ટ્રિઅલ એસોસિએશન યુનીટોને આગોતરી જાણ કરવામાં આવી છે. જર્જરીત મિલકતોમાં રહેતા લોકોને તાકીદના સમયે રાહતકેન્દ્રોમાં સ્થળાંતર કરવાની તૈયારી કરી લેવાઈ છે.

Most Popular

To Top