કાલોલ:
સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમે કાલોલ તાલુકામાં મોટી કાર્યવાહી કરી દેલોલ–ઝાંખરીપુરા રોડ પર દેલોલ મસ્જિદ ફળિયુ પાસે નબર પ્લેટ વગરની બે કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. PSI જે.એચ. સિસોદિયાના નેતૃત્વમાં SMCની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ચોક્કસ બાતમીના આધારે ક્રેટા અને મહિન્દ્રા XUV500 કારની તપાસ કરતા દારૂ અને બિયરના બોક્સ મળી આવ્યા હતા.
બન્ને વાહનો કાલોલ પોલીસ મથકે લાવી ગણતરી કરતા જુદી જુદી બ્રાન્ડના ટીન અને ક્વાર્ટરની કુલ 3,782 બોટલ, કિંમત ₹7,56,400, મળી આવી હતી. સાથે જ બે વાહનો (ક્રેટા ₹10 લાખ અને મહિન્દ્રા XUV500 ₹5 લાખ) તથા ચાર મોબાઇલ (₹20 હજાર) મળી કુલ ₹22.76 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ કાર્યવાહી દરમિયાન ત્રણ ઇસમોની ધરપકડ કરવામાં આવી છે.
ઝડપાયેલા આરોપીઓમાં (1) સતીષ રાયજીભાઈ રાઠોડ (રહે. ગોકળપુરા, તાલુકો કાલોલ), (2) રાજકુમાર ભાલુભાઈ રાઠવા (રહે. મોટા આમોદ્રા, તાલુકો પાવીજેતપુર) અને (3) વિનોદ દોલતભાઈ બારીયા (રહે. પાડોરા, તાલુકો ઘોઘંબા)નો સમાવેશ થાય છે. જ્યારે દારૂના મુખ્ય સપ્લાયર ટીનાભાઈ કડવાભાઈ રાઠવા, મુખ્ય રિસીવર સુરેશ ઉર્ફે જાડો રાયજીભાઈ રાઠોડ તેમજ બન્ને વાહનોના માલિક સહિત કુલ ચાર ઇસમોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
આ સમગ્ર મામલે કુલ સાત ઇસમો સામે પ્રોહિબિશન એક્ટની કલમો 65(A)(E), 81, 83, 98(2), 116(B) તથા BNS 111(2)(B), 111(3)(4) મુજબ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.