સુરત: સુરતમાં રોજ-બરોજ(Daily) અવનવી ઘટના બનતી રહે છે. આવીજ એક ઘટના(Incidence) સુરતના સચિન (Surat, Sachin)વિસ્તારમાંથી સામે આવી છે. 15 વર્ષથી વિવાહ(Married) સંબંધમાં જોડાયેલા દંપતી વચ્ચે નજીવી(Small) બાબતે થયેલા ઝગડાએ(Fight) ખૂબ મોટું સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જમવાનું બનાવવા(Cooking) જેવી નાની બાબત હત્યા(Murder) સુધી પહોચી હતી. પરિણામે દંપતીને સુરત સિવિલ હોસ્પિટલ(New Civil Hospital, Surat) ખસેડાયા હતા. સચિન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
સુરતના સચિનમાં પતિએ પત્નીનું ગળું કાપી હત્યાનો પ્રયાસ(Attempt To Murder) કર્યા બાદ પોતાનું ગળું કાપી આપઘાતનો(Susaid) પ્રયાસ કયો હતો. બન્નેને તાત્કાલિક સારવાર(Emergency Treatment) માટે સિવિલ લવાયા હતા. એટલું જ નહીં પણ મોડી રાત્રે ઝઘડો(Fight) થયા બાદ સવારે પત્નીને પતિએ પ્રેમથી ઘરમાં બોલાવી ગળા પર હુમલો કર્યો હોવાનું બહાર આવ્યું છે. હાલ બન્નેની હાલત સાધારણ(Critical) હોવાનું જાણવા મળ્યું છે.
સ્થાનિક લોકોનું કહેવું છે કે ઘટના સચિન બરફ ફેક્ટરી વિસ્તારમાં બની હતી. હુમલાખોર અમિતકુમાર ( પીડિતાના પતિ ) અને ઇજાગ્રસ્ત સુમંગા કુમારી(પીડિતા) હોવાનું સામે આવ્યું છે. ગળું કપાયા બાદ મહિલાએ બૂમાબૂમ કરતા લોકો બચાવવા દોડી આવ્યા હતા. લોકોને જોઈ અમિતે પોતાનું ગળું પણ કાપી નાખ્યું હોવાનું સામે આવ્યું છે. સ્થાનિક લોકો જ બન્નેને સારવાર માટે સિવિલ લઈ આવ્યા હતા. વારંવાર થતા પારિવારિક ઝઘડામાં અમિતકુમારે આવું કૃત્ય કર્યું હોવાનું કહી શકાય છે.
સીમાદેવી (માતા) એ જણાવ્યું હતું કે, 15 વર્ષ પહેલાં સુંમગાના લગ્ન અમિતકુમાર સાથે થયા હતા. ચાર સંતાનોના પિતા અમિતકુમાર દારૂ પીવાના રવાડે ચઢી જતા પારિવારિક ઝગડા શરૂ થયા હતા. વારંવાર પત્નીને મારવી અને આખો મહોલ્લો માથે ઉપાડનાર અમિતકુમાર 15 દિવસ પહેલા જ પાડોશીનું માથું ફોડી ધાબા ઉપરથી કૂદી પડ્યો હતો. ત્યારબાદ ગત રાત્રે જમવાનું બનાવવાને લઈ ઝગડો થતા પત્નીને મોઢા ઉપર કરડી લીધી હતી. આજે સવારે પ્રેમથી પત્નીને ઘરમાં બોલાવી ચપ્પુ વડે ગળું કાપી નાખ્યું હતું. દીકરીએ બુમાબુમ કરતા લોકો ભેગા થઈ ગયા હતા. બસ, ત્યાર પછી ડરના મારે અમિતકુમારે પોતાનું ગળું કાપી આપઘાતનો પ્રયાસ કરતા બન્નેને સિવિલ લઈ જવામાં આવ્યા હતા. હાલ પોલીસ આગળની તપાસ કરી રહી છે.