પ્રખ્યાત સિતાર વાદક અનુષ્કા શંકર એર ઇન્ડિયા પર ભારે નારાજ થઈ ગઈ છે. તેમણે જણાવ્યું છે કે એર ઇન્ડિયામાં મુસાફરી દરમિયાન તેમનો કિંમતી સિતાર તૂટી ગયો હતો. પ્રવાસ પહેલા સિતાર સંપૂર્ણ સુરક્ષિત હતો પરંતુ લેન્ડિંગ પછી તેને નુકસાન પહોંચ્યું હતું. ટ્રાવેલિંગ
અનુષ્કાએ આ ઘટના સોશિયલ મીડિયા પર વીડિયો દ્વારા શેર કરી અને એર ઇન્ડિયાની બેદરકારી પર કડક પ્રશ્નો ઉઠાવ્યા. તેમના વીડિયોને જોઈને ઝાકિર ખાન અને પપોં સહિત અનેક સેલેબ્સે પણ એર ઇન્ડિયાની નિંદા કરી છે.
વિડિયો શેર કરી ગુસ્સો વ્યક્ત કર્યો
અનુષ્કાએ તેમના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો જેમાં તૂટી ગયેલા સિતારની હાલત દેખાઈ રહી છે. વીડિયોમાં તેમણે કહ્યું કે “એર ઇન્ડિયાએ મારા સિતાર સાથે જે વર્તન કર્યું છે તેનાથી હું ખૂબ દુઃખી અને પરેશાન છું. વિશ્વની કોઈ પણ એરલાઇનમાં મારા સિતારને ક્યારેય નુકસાન થયું નથી પરંતુ ભારતની પોતાની એરલાઇનમાં આ બન્યું તે દુઃખદ છે.”
અનુષ્કાએ કહ્યું કે તેમના પાસે સિતાર માટે ખાસ પ્રોટેક્શન પણ લીધું હતું અને એરલાઇન તેના માટે હેન્ડલિંગ ચાર્જ પણ લે છે છતાં સાધન તૂટી જતા તેમણે નિરાશા વ્યક્ત કરી.

વધુમાં કહ્યું કે “સૌ પહેલા મને લાગ્યું કે સિતાર થોડો આઉટ ઓફ ટ્યુન છે પણ વગાડવા ગઈ ત્યારે સમજાયું કે અંદરની રચના જ તૂટી ગઈ છે. 15–17 વર્ષમાં પહેલીવાર આવું થયું છે”

અનુષ્કાની પોસ્ટ વાયરલ થતા અનેક કલાકારોએ પણ એર ઇન્ડિયાની નિંદા કરી. ઝાકિર ખાને લખ્યું “આ ખૂબ જ હૃદયદ્રાવક છે.” ગાયક પપોન લખ્યું “આજકાલ સાચી કાળજી બહુ દુર્લભ બની ગઈ છે. એર ઇન્ડિયા આ સારી વાત નથી.” વિદ્યા અને અન્ય કલાકારોએ પણ અનુષ્કાને સપોર્ટ કર્યો અને એર ઇન્ડિયા પાસેથી જવાબદારીની માંગ કરી.