SURAT

SIR: બાકી રહી ગયેલા માટે 29-30 નવે.એ આખા જિલ્લામાં ખાસ કેમ્પ

સુરત: ભારતીય ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા મતદારયાદી ખાસ સધન સુધારણા કાર્યક્રમ અંતર્ગત સુરત જિલ્લામાં મતદાર નોંધણી સંબંધિત કામગીરી તેજ ગતિએ ચાલી રહી છે. જો કોઈ મતદારનું ગણતરી ફોર્મ (EF) મેળવવાનું કે પરત આપવાનું બાકી હોય તો તેમને ધ્યાનમાં રાખીને આવનારા 29 અને 30 નવેમ્બર (શનિવાર-રવિવાર) ના રોજ સુરત જિલ્લાના તમામ વિધાનસભા વિસ્તારોમાં ખાસ કેમ્પો યોજાશે. આ કેમ્પોમાં સવારના 10.00 થી સાંજના 5.00 વાગ્યા સુધી ગણતરી ફોર્મ સ્વીકારવાની સુવિધા ઉપલબ્ધ રહેશે. અધિક જિલ્લા ચૂંટણી અધિકારીએ મતદારોને સમયસર કાર્ય પૂર્ણ કરવા અપીલ કરી છે.

  • સુરત શહેર-જિલ્લાની 16 વિધાનસભા વિસ્તારના 45 સ્થળોએ ગણતરી ફોર્મ સ્વીકારાશે
  • ફોર્મ ન જમા કરાવનાર મતદારોનું નામ મતદારયાદીમાંથી કાઢી નાખવામાં આવશે

ભારતીય ચૂંટણી પંચના ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત સુરત જિલ્લાના બે મહત્વપૂર્ણ વિધાનસભા વિસ્તારો લિંબાયત અને ઓલપાડમાં મતદારો માટે ફોર્મ (EF) જમા કરાવવાની છેલ્લી અને મહત્વપૂર્ણ તક આપવામાં આવી છે. બંને વિધાનસભામાં 28 થી 30 નવેમ્બર 2025 દરમિયાન સવારે 10 થી સાંજે 6 સુધી વિશેષ કેમ્પ તથા કલેકશન સેન્ટરો કાર્યરત રહેશે. આ સિવાયના તમામ વિધાનસભા કેન્દ્રો ઉપર પણ શનિવાર અને રવિવારે ખાસ ઝુંબેશના ભાગે કેમ્પનું આયોજન કર્યું છે. ઓલપાડ, માંગરોળ, ઉમરપાડા અને માંડવીમાં મુખ્ય સ્થળોએ ફોર્મ સ્વીકારાશે. ઓલપાડ વિધાનસભામાં મુખ્ય બજાર કોમ્યુનિટી હોલ, કોસાડ ખાતે નાનુભાઈ દેસાઈ પ્રાથમિક શાળા ક્રમાંક 51, બી.આર.સી. ભવન, નાગરિક સુવિધા કેન્દ્ર અબ્રામા, સુદામા ચોક, મોટાવરાછા અને ભેંસાણના નાગરિક સુવિધા કેન્દ્રોમાં કેમ્પો યોજાશે.

ક્યાં ક્યાં ફોર્મ સ્વીકારશે

  • માંગરોળમાં-મામલતદાર કચેરી, તાલુકા પંચાયત કચેરી અને તરસાડી નગરપાલિકા.
  • ઉમરપાડા-મામલતદાર અને તાલુકા પંચાયત કચેરી.
  • માંડવી-મામલતદાર કચેરી ખાતે કેમ્પ.
  • કામરેજ-મામલતદાર કચેરી અને આદર્શ નિવાસી શાળા, સરથાણા.
  • બારડોલી-મામલતદાર કચેરી, કડોદ હાઈસ્કૂલ, કડોદરા નગરપાલિકા અને પલસાણા મામલતદાર કચેરી.
  • મહુવા-મામલતદાર કચેરી, તાલુકા પંચાયત કચેરી તથા વાલોડ મામલતદાર કચેરી (તાપી જિલ્લા).

સુરત શહેરમાં ક્યાં ક્યાં કેમ્પ લાગશે

  1. સુરત પૂર્વ
    બહુમાળી સી-બ્લોક: પુરવઠા શાખાની કચેરી
    બહુમાળી એ-બ્લોક: નાયબ કલેક્ટર (સ્ટેમ્પ ડ્યુટી) કચેરી
    નાનપુરા: ટી.એન્ડ ટી.વી. સાર્વજનિક હાઈસ્કૂલ
  2. સુરત ઉત્તર
    કતારગામ: એન.વી. ધમણવાલા સ્કૂલ
  3. વરાછા રોડ
    કાપોદરા: જે.બી. ધારૂકાવાલા મહિલા આર્ટ્સ કોલેજ
    હિરાબાગ: પી.પી. સવાણી હાઈસ્કૂલ
  4. કરંજ
    કેશુભાઈ પટેલ લાયબ્રેરી
    એલ.એચ. રોડ: આઈ.પી. સવાણી સ્કૂલ
  5. લિંબાયત
    બહુમાળી સી-બ્લોક પ્રથમ માળ: DILR ઓફિસ
    એન.પી. લીલીયાવાળા સ્કૂલ
  6. ઉધના
    જનસેવા કેન્દ્ર, મામલતદાર કચેરી
    મજુરી (Majura)
    મામલતદાર કચેરી
    ઘોડદોડ રોડ: સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ
  7. કતારગામ
    જનસેવા કેન્દ્ર, મામલતદાર કચેરી
    આંબાતલાવડી જનસેવા કેન્દ્ર
  8. સુરત પશ્ચિમ
    ઋષભ ચાર રસ્તા: દીવાળીબાગ કોમ્યુનિટી હોલ
    રાંદેર: પીપરડીવાલા પ્રાથમિક શાળા, વેસ્ટ ઝોન ઓફિસ
    અડાજણ: પરફોર્મિંગ આર્ટ્સ સેન્ટર

ચોર્યાસી વિધાનસભામાં સૌથી વધુ સ્થળો
ચોર્યાસીમાં મતદારો માટે સુડા ભવન, જિલ્લા સેવા સદન-2, મામલતદાર ચોર્યાસી, તાલુકા વિકાસ કચેરી, સાઉથ ઝોન-B (SMC), ગૌરવપથ રોડનું અર્બન હેલ્થ સેન્ટર તથા હજીરા, સુંવાલી, રાજગરી, કવાસ, સણીયાકંડે સહિતની ગ્રામ પંચાયત કચેરીઓમાં ફોર્મ સ્વીકારાશે.

Most Popular

To Top