Gujarat

અમદાવાદમાં ચૂંટણી માટે ‘સિંગલ વિન્ડો સિસ્ટમ’ જાહેરસભા-સરઘસની પરવાનગી હવે એક જ જગ્યાએ મળશે

અમદાવાદ,

સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા મહત્વપૂર્ણ વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવી છે. રાજકીય પક્ષો અને ઉમેદવારોને જાહેરસભા, સરઘસ તેમજ અન્ય ચૂંટણીલક્ષી કાર્યક્રમો માટે પરવાનગી મેળવવાની પ્રક્રિયા સરળ બનાવવા માટે ‘સિંગલ વિન્ડો સિસ્ટમ’ શરૂ કરવામાં આવી છે.

રાજ્ય ચૂંટણી આયોગના જાહેરનામા મુજબ એપ્રિલ-૨૦૨૬માં અમદાવાદ મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તેમજ નગરપાલિકાઓની સામાન્ય અને પેટાચૂંટણીઓ યોજાનાર છે. ચૂંટણી પ્રક્રિયા નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તેમજ આદર્શ આચારસંહિતાનું પાલન સુનિશ્ચિત થાય તે માટે વિવિધ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી રહી છે.

આ અંતર્ગત કલેક્ટર કચેરી દ્વારા લેવામાં આવેલા નિર્ણય મુજબ અમદાવાદ કલેકટર કચેરી ખાતે ‘સિંગલ વિન્ડો સિસ્ટમ’ કાર્યરત કરવામાં આવી છે.

હવે ચૂંટણી લડતા ઉમેદવારો અને રાજકીય પક્ષોને વિવિધ પરવાનગીઓ મેળવવા માટે અલગ-અલગ કચેરીઓમાં જવાની જરૂર રહેશે નહીં. તમામ જરૂરી મંજૂરીઓ એક જ સ્થળેથી સરળતાથી મેળવી શકાશે.

વહીવટી તંત્ર દ્વારા તમામ ઉમેદવારો અને રાજકીય પક્ષોને અનુરોધ કરવામાં આવ્યો છે કે તેઓ ચૂંટણી આયોગની માર્ગદર્શિકા મુજબ નક્કી કરાયેલી સમયમર્યાદામાં આ સિસ્ટમનો ઉપયોગ કરી જરૂરી પરવાનગીઓ મેળવી લેવી.

Most Popular

To Top