SURAT

ગ્રાહકની નજર ચૂકવી બીજું સીમકાર્ડ પણ એક્ટિવ કરી લેતા, અને ઉંચી કિંમતમાં વેચી દેતા

સુરત: શહેરના ભેસ્તાન ખાતે એક યુવક ગ્રાહકોના આઈડી (Customers id) ઉપરથી તેમની નજર ચુકવી બે સીમકાર્ડ એક્ટીવ (Sim card active) કરતા હતા. અને બાદમાં બીજુ એક્ટીવ થયેલું સીમ આઈડી નહીં ધરાવતા ગ્રાહકોને ઉંચી કિંમતમાં વેચી (High price selling) દેતા હતા. એસઓજી (SOG)એ બાતમીના આધારે આ રીતે પ્રિએક્ટિવ સિમકાર્ડ વેચતા બે ની ધરપકડ કરી પાંડેસરા પોલીસ (Pandesara police) મથકે ફરિયાદ નોંધાવી હતી.

એસઓજીની ટીમને બાતમી મળી હતી કે, પાંડેસરા ભેસ્તાન ત્રણ રસ્તા પાસે એક એજન્ટ દ્વારા અલગ-અલગ મોબાઈલ કંપનીના અગાઉથી એકટીવ કરેલા સિમકાર્ડ પોતાની પાસે રાખી ગ્રાહકો પાસે કોઈપણ જાતના આધાર પુરાવા લીધા વગર ઉંચી કિમતે વેચાણ કરવામાં આવી રહ્યા છે. બાતમીના આધારે એસઓજી પોલીસે આરોપીને પ્રિ-એક્ટીવ સિમકાર્ડ સાથે રંગે હાથો ઝડપી પાડવા એક ડમી ગ્રાહકને એજન્ટ સાથે આધાર પુરાવા વગર પ્રિ – એક્ટીવ સિમકાર્ડ ખરીદવા મોકલ્યો હતો. ભેસ્તાન સફારી કોમપ્લેક્ષ પાસે ડમી ગ્રાહક સાથે વોચ ગોઠવી પ્રિ-એક્ટીવ સિમકાર્ડ વેચવા આવતા આરોપી અંગદ જયકુમાર ગૌડ (ઉ.વ.૨૦ રહે.રૂમ નં .૮૧૩ બ્લોક નં.બી સુમન સ્મૃતિ આવાસ સફારી કોમ્પલેક્ષની પાછળ ભેસ્તાન તથા મુળ ગોરખપુર, ઉત્તરપ્રદેશ) ને ઝડપી પાડ્યો હતો. આરોપી પાસેથી એરટેલ, વોડાફોન કંપનીના અગાઉથી એક્ટીવ કરેલા 10 સીમકાર્ડ મળી આવ્યા હતા. આરોપીની પુછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે, પોતાની અર્થિક પરિસ્થિતિ સારી નહોતી. જેથી વધુ સિમકાર્ડ વેચવાથી દુકાનદારે વધુ કમિશન તેમજ પ્રિએક્ટીવ સિમકાર્ડ વેચવાથી વધારે પૈસા મળશે તેવી લાલચ આપી હતી.

આ રીતે સિમકાર્ડ એક્ટીવ કરતો હતો
તેની પાસે સિમકાર્ડ ખરીદી કરવા આવતા ગ્રાહકોના પોતાના મોબાઈલમાં એરટેલ કંપનીની “મિત્રા” નામની એપ્લિકેશન ડાઉનલોડ કરાવતો હતો. તેમાં પોતાની આઈ-ડી તથા પાસવર્ડ મારફતે એપ્લિકેશનમાં લોગીન થતો હતો. બાદમાં સિમકાર્ડ ખરીદી કરવા આવતા ગ્રાહકો પાસેથી તેમનો આધાર કાર્ડ નંબરની વિગત મોબાઈલમાં ઓનલાઈન “કસ્ટમર એપ્લિકેશન ફોર્મ” માં ભરી તે ફોર્મમાં ગ્રાહકનો ફોટો ઉપલોડ કરી સિમકાર્ડ એકટીવ કરે છે.

ગ્રાહકને વાતોમાં પોરવી બે સિમ એક્ટીવ કરી લેતા
આ દરમ્યાન તે ગ્રાહકને વાતોમાં પોરવી તેની જાણ બહાર ઉપર મુજબ પ્રોસેસ કરી બીજુ ફોર્મ ભરી ગ્રાહક પાસેથી OTP મેળવી તેના નામે બે સિમકાર્ડ એકટીવ કરાવતા હતા. અને તે પૈકીનું એક સિમકાર્ડ ગ્રાહકને આપે અને બીજુ સિમકાર્ડ પોતાની પાસે રાખી બાદમાં તેને એક્ટીવ કરતા હતા. અને જે લોકો પાસે પોતાના આઈ – ડી ન હોય તેવા લોકો પાસે ઉંચી કિમંત લઈ આવા પ્રિ – એક્ટીવ સિમકાર્ડનું વેચાણ કરતા હતા.

છત્રી લગાવી સિમકાર્ડ વેચતા વધુ એકની ધરપકડ
આ પ્રવૃતિમાં તેની બાજુમાં છત્રી લગાવી સિમકાર્ડ વેચાણ કરતા અન્ય વ્યક્તિની પણ સંડોવણી હોવાનો ખુલાસો કર્યો હતો. પાંડેસરા પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. એસઓજીની ટીમે બાતમીના આધારે રેકેટમાં સામેલ બીજા આરોપી રૂષીકેશ વિજયભાઈ બાવીષ્કર (ઉ.વ.૨૧ રહે.રૂમ નં .૦૨ બિલ્ડીંગ નં .૪૦ ગણેશનગર આવાસ વડોદગામ પાંડેસરા)ને પણ દબોચી લીધો હતો.

Most Popular

To Top