શિયાળામાં ઠંડીથી બચવા માટે લોકો સ્વેટર કપડા પહેરતા હોય છે અને શરીરમાંથી નીકળતી ગરમી લૉક થઈ જાય છે અને બહાર જતી નથી. ઘણીવાર જોવા મળ્યું છે કે, લોકો ઘરે પણ સ્વેટર પહેરીને સુતા હોય છે. પરંતુ આ નાનકડી બેદરકારી સ્વાસ્થ્ય માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.
ગરમ કપડામાં રહેલા ફાઈબર સામાન્ય કપડાના ફાઈબર કરતા જાડા હોય છે. તેમની વચ્ચે ઘણા એર પોકેટ્સ બનેલા હોય છે જે એક ઈંસુલેટર તરીકે કામ કરે છે. શિયાળામાં આપણે કંબલ કે ધાબડાનો ઉપયોગ કરીએ છીએ. આ સાથે ગરમ કપડા પણ પહેરીએ છીએ. એવામાં સ્વેટરની ગરમી અને બ્લેન્કેટની ગરમી શિયાળામાં ડાયાબિટીઝના દર્દીઓ અને ખાસ તો હૃદય સંબંધિત બીમારીઓ ધરાવતા દર્દીઓ માટે જોખમી સાબિત થાય છે. આ કારણે સ્વેટર પહેરીને સુવાનો ઈન્કાર કરવામા આવે છે.
શિયાળામાં રક્તવાહિનીઓ સંકોચાય જતી હોય છે. સ્વેટર કે ગરમ કપડા પહેરીને સુવાથી આપડું શરીર તો ગરમ રહે છે પરંતુ ક્યારેક-ક્યારેક બેચેની, લો બ્લડ પ્રેશર જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે. જે તમારા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. જો ગરમ કપડા પહેરવા હોય તો થર્મોકોટ પહેરી શકો છો. આ ઉપરાંત ઘણીવાર ચામડી પર દાણા, રેશિઝ જેવી એલર્જી પણ થઈ શકે છે. સ્વેટર પહેરતા પહેલા સારી ક્વોલિટીનું બોડી લોશન લગાવવું જોઈએ, જેથી ચામડી નરમ રહે અને એલર્જીની શક્યતા ઓછી રહે.
શિયાળા દરમિયાન બહુ જરૂરી હોય અને તમારી પાસે કોઈ વિકલ્પ ના હોય તેવી સ્થિતિમાં પહેલા કોટન કે રેશમી કપડા પહેરી ઉપર જ ઉનના કપડા પહેરી રાતે સુવાનું રાખવું. પરંતુ આવું માત્ર બહુ જરૂરી હોય ત્યારે જ કરવું.
એક્સપર્ટ પણ માને છે ઉનમાં થર્મલ ઈન્સુલેશન સારું થાય છે, પરંતુ તે પરસેવાને સોકવાનું કામ કરતું નથી. આ બેક્ટેરિયાના જન્મ અને ફેલાવવાનું કારણ બને છે. આ સાથે છાલા પણ પડી જાય છે. પગ માટે કપાસના બનેલા મોજા આરામદાયક અને પરસેવો સોકવાનું કામ કરનાર રહે છે. તેથી રાતના સમયે ઉનના મોજા પહેરવાને બદલે કોટનના મોજા પહેરવાની સલાહ અપાય છે.