પુલિત્ઝર પુરસ્કાર વિજેતા (Pulitzer award winner) ભારતીય ફોટો જર્નાલિસ્ટ ડાનિશ સિદ્દીકી (Indian journalist Siddiqui)ની અફઘાનિસ્તાનમાં ક્રોસફાયર (Cross fire) અથવા સુરક્ષા વિરામથી મોત થઈ નથી, પરંતુ તાલિબાન (Taliban) દ્વારા તેની ઓળખ કરવામાં આવ્યા બાદ તેની નિર્દયતાથી હત્યા (Murder) કરવામાં આવી હતી. ગુરુવારે યુએસ મેગેઝિન (US Magazine)માં પ્રકાશિત અહેવાલમાં આ ખુલાસો કરવામાં આવ્યો છે.
38 વર્ષીય સિદ્દીકી અફઘાનિસ્તાનમાં ચાલી રહેલા ગૃહયુદ્ધને સમાચારમાં આવરી લેવા માટે ગયા હતા. કંધારના સ્પિન બોલ્ડકમાં તાલિબાન અને અફઘાન સૈનિકો વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને આવરી લેતી વખતે તે માર્યો ગયો હતો. વોશિંગ્ટન એક્ઝામિનરના રિપોર્ટ અનુસાર, સિદ્દીકી અફઘાન નેશનલ આર્મીની ટીમ સાથે સ્પિન બોલ્ડક વિસ્તારમાં ગયો હતો. આ વિસ્તાર પાકિસ્તાનને અડીને આવેલ છે. જ્યારે તે કસ્ટમ પોસ્ટથી કેટલાક અંતરે હતો ત્યારે તાલિબાનોએ ટીમ પર હુમલો કર્યો. આમાં, કમાન્ડર અને કેટલાક સૈનિકો સિદ્દીકીથી અલગ થયા અને તેમની સાથે માત્ર ત્રણ જ લોકો બાકી રહ્યા હતા.
હુમલા દરમિયાન સિદ્દીકીને ગોળીઓ વાગી હતી. તેથી તે અને તેની ટીમ પ્રથમ સારવાર માટે સ્થાનિક મસ્જિદ ગયા હતા. જોકે, એક પત્રકાર મસ્જિદમાં હોવાના સમાચાર ફેલાતાંની સાથે જ તાલિબાને હુમલો કર્યો. સ્થાનિક તપાસમાં જાણવા મળ્યું કે તાલિબાનોએ મસ્જિદ પર એટલા માટે હુમલો કર્યો કારણ કે સિદ્દીકી ત્યાં હાજર હતા. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સિદ્દીકી જ્યાં સુધી તાલિબાન દ્વારા બંધક બનાવ્યો ન હતો ત્યાં સુધી જીવિત હતો. તાલિબાને તેની ઓળખની પુષ્ટિ કરી અને પછી તેની હત્યા કરી. સિદ્દીકીને બચાવવા માટે પ્રયાસ કરતી વખતે અફઘાન ટીમના કમાન્ડર અને અન્ય સાથી પણ માર્યા ગયા હતા.
સિદ્દીકીને 2018 માં પુલિત્ઝર પુરસ્કાર એનાયત કરાયો હતો, એ એક એવો એવોર્ડ છે કે જે તેને રોહિંગ્યા કેસમાં કવરેજ માટે મળ્યો હતો. ડાનિશ સિદ્દીકીએ તેની કારકિર્દી ટીવી જર્નાલિસ્ટ તરીકે શરૂ કરી હતી, બાદમાં તે ફોટો જર્નાલિસ્ટ બન્યો. ડાનિશ સિદ્દીકીએ 2008 થી 2010 દરમિયાન ઈન્ડિયા ટુડે ગ્રુપમાં પણ કામ કર્યું છે. રોહિંગ્યા કેસના કવરેજ માટે એવોર્ડ મળ્યો બાદમાં ડાનિશ સિદ્દીકીએ તેની કારકિર્દી ટીવી જર્નાલિસ્ટ તરીકે શરૂ કરી હતી, બાદમાં તે ફોટો જર્નાલિસ્ટ બન્યો.
કંધાર અને તેની આસપાસ જોરદાર લડત
મીડિયા અહેવાલો અનુસાર, દક્ષિણ કંધાર શહેર અને આજુબાજુમાં ભીષણ લડતનો અહેવાલ પ્રાપ્ત થયો છે. તાલિબાનોએ શહેર નજીકના મુખ્ય જિલ્લાઓને કબજે કર્યા છે. આ સિવાય પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતની સરહદને અડીને આવેલા વિસ્તારોને કબજે કરવા માટે સ્પિન બોલ્ડેક જિલ્લામાં પણ તાલિબાન દ્વારા ભારે હિંસા કરવામાં આવી રહી છે.