Science & Technology

શુભાંશુ શુકલા આજે ધરતી પર પાછા ફરશે, સ્પેસમાંથી કહ્યું- સારે જહાં સે અચ્છા….

અવકાશમાં 17 દિવસ વિતાવ્યા બાદ, ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લા તા.14 જુલાઈના એટલે કે આજે પૃથ્વી પર પાછા ફરશે. આ પહેલા વિદાય સમારંભમાં, તેમણે 1984માં ભારતના પ્રથમ અવકાશયાત્રી રાકેશ શર્મા દ્વારા આપવામાં આવેલા પ્રતિષ્ઠિત સંવાદનું પુનરાવર્તન કર્યું અને કહ્યું – ભારત આજે પણ સારે જહાં સે અચ્છા હે…

શુભાંશુએ કહ્યું કે 41 વર્ષ પહેલાં એક ભારતીય અવકાશમાં ગયો હતો અને તેણે આપણને કહ્યું હતું કે ઉપરથી ભારત કેવું દેખાય છે. કોઈક રીતે આપણે બધા જાણવા માંગીએ છીએ કે આજે ભારત અવકાશમાંથી કેવું દેખાય છે. હું તમને કહી દઉં કે આજનું ભારત અવકાશમાંથી મહત્વાકાંક્ષી દેખાય છે, આજનું ભારત નિર્ભય દેખાય છે. આજનું ભારત આત્મવિશ્વાસપૂર્ણ દેખાય છે. આજનું ભારત ગર્વથી ભરેલો દેખાય છે. અને આ બધા કારણોસર હું તમને કહું છું કે આજનું ભારત આખી દુનિયાથી સારું દેખાય છે. આપણે પૃથ્વી પર જલ્દી મળીશું. 

શુભાંશુએ વધુમાં કહ્યું કે છેલ્લા અઢી અઠવાડિયામાં, અમે સ્પેસ સ્ટેશન પર વિજ્ઞાન પ્રવૃત્તિઓ અને આઉટરીચ પ્રવૃત્તિઓ કરી છે. ત્યારબાદ, અમને જે પણ સમય મળ્યો, અમે સ્પેસ સ્ટેશનની બારીમાંથી પૃથ્વી તરફ જોયું છે.

શુભાંશુ શુક્લા કાલે પૃથ્વી પર પહોંચશે

તમને જણાવી દઈએ કે Axiom-04 મિશન હેઠળ ISS ગયેલા ચાર અવકાશયાત્રીઓ, શુભાંશુ શુક્લા (ભારત), પેગી વ્હિટસન (અમેરિકા), સ્લેવોજ ઉજ્ઞાન્સ્કી-વિસ્નીવસ્કી (પોલેન્ડ) અને ટિબોર કાપુ (હંગેરી) આજે પૃથ્વી માટે રવાના થશે. સ્પેસએક્સના ડ્રેગન અવકાશયાન ISS થી પૃથ્વી પર સાંજે 4:30 વાગ્યે ઉડાન ભરશે. આ અવકાશયાન કાલે એટલે કે તા.15 જુલાઈના રોજ બપોરે 3 વાગ્યે અમેરિકાના કેલિફોર્નિયા નજીક ઉતરશે.

Most Popular

To Top