કેન્દ્રીય મંત્રી શ્રીપદ નાઈક અને તેમની પત્નીને સોમવારે અકસ્મા નડ્યો હતો. શ્રીપદ નાઇક માર્ગ અકસ્માતમાં ઘાયલ થયા છે જ્યારે તેમની પત્ની વિજય નાઇકે જીવ ગુમાવ્યો હતો. અકસ્માત બાદ બંનેને સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે આ અકસ્માતમાં પાર્ટીના કાર્યકરનું પણ મોત નીપજ્યું છે.
જો કે, સારવાર બાદ શ્રીપદ નાઈકની હાલત સ્થિર હોવાનું જણાવાયું છે અને તે હોશમાં છે. પરંતુ ગંભીર રીતે ઘવાયેલી તેમની પત્ની વિજયા નાયક હોસ્પિટલમાં દમ તોડી દીધો હતો. કહેવામાં આવી રહ્યું છે કે શ્રીપદ નાઈકની કારમાં છ લોકો સવાર હતા.
આ અકસ્માત થયો તે સમયે બંને લોકો મુસાફરી કરી રહ્યા હતા. આ અકસ્માત કર્ણાટકના ઉત્તર કન્નડ જિલ્લાના અંકોલામાં થયો હતો. તે દરમિયાન શ્રીપદ નાઈક પત્ની સાથે ક્યાંક જઇ રહ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે શ્રીપદ નાઈકની પત્ની અકસ્માત બાદ બેભાન હતાં અને બાદમાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
શ્રીપદ નાયકને હાલમાં ગોવાની હોસ્પિટલમાં ખસેડાયા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગોવાના મુખ્ય પ્રધાનને કોલ કરીને શ્રીપદ નાઈકની સારવાર માટે યોગ્ય વ્યવસ્થા કરવા જણાવ્યું છે. ગોવામાં શ્રીપદ નાઈકની સારવાર માટેની યોગ્ય વ્યવસ્થા સુનિશ્ચિત કરવા વડા પ્રધાને ગોવાના મુખ્યમંત્રી સાથે ફોન પર વાત કરી હતી