શ્રીનગરમાં (ShriNagar) સુરક્ષા દળોએ બુધવારે (Wednesday) જમ્મુ અને કાશ્મીરના (Jammu Kashmir) પુલવામામાં એક એન્કાઉન્ટરમાં (Encounter) હિઝબુલ મુજાહિદ્દીનનો (Hezbollah Mujahideen) મોસ્ટ વોન્ટેડ (Most Wanted) આતંકવાદી ઠાર માર્યો હતો. આ આતંકવાદી 2018માં શોપિયાંના ઝૈનાપોરામાં થયેલા હુમલા સહિત અનેક આતંકવાદી ગુનાઓમાં સામેલ (Involved) હતો. જમ્મુ અને કાશ્મીર પોલીસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, પોલીસ અને સુરક્ષા દળોએ પ્રતિબંધિત આતંકવાદી સંગઠન એચએમના આતંકવાદીને ‘એ પ્લસ’ કેટેગરીમાં વર્ગીકૃત કર્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે, માર્યો ગયેલો આતંકવાદી 2018માં શોપિયાંના ઝૈનાપોરામાં થયેલા હુમલા સહિત અનેક આતંકવાદી ગુનાઓમાં સામેલ હતો, જેમાં ચાર પોલીસ કર્મચારીઓ શહીદ થયા હતા.
તેમણે કહ્યું કે, પુલવામા આવેલ ઉઝરામપાથરી ગામમાં એક આતંકવાદીની હાજરી અંગેની ચોક્કસ માહિતીના આધારે કાર્યવાહી કરીને, સુરક્ષા દળોએ 14 ડિસેમ્બર અને 15 ડિસેમ્બરની વચ્ચેની રાત્રે આ વિસ્તારમાં ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. પોલીસ પ્રવક્તાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, સર્ચ ઓપરેશન દરમિયાન, આતંકવાદીની હાજરીની જાણ થતાં તેમને આત્મસમર્પણ કરવાની વારંવાર તક આપવામાં આવી હતી. જો કે, તેમણે સુરક્ષા દળો પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. જેની જવાબી કાર્યવાહીના કારણે એન્કાઉન્ટર થયું હતું. માર્યા ગયેલા આતંકીઓ આદિલ હાફિઝ, અર્શીદ અહેમદ ડાર તેમજ રૌફ અહેમદ મિર છે. આ ત્રણેય આતંકીઓ પુલવામાના રહેવાસીઓ છે અને હિઝબુલ મુજાહિદ્દીન સંગઠન સાથે સંકળાયેલા હતા. આ એન્કાઉન્ટરમાં એક સૈન્ય જવાન પણ શહીદ થયો છે.
આ એન્કાઉન્ટરમાં પ્રતિબંધિત આતંકવાદી સંગઠન હિઝબુલ મુજાહિદ્દીનનો સભ્ય કે જે શોપિયાંના હેફ-શ્રીમલના રહેવાસી ફિરોઝ અહમદ ડાર તરીકે ઓળખાતો હતો તે માર્યો ગયો હતો. આ આતંકવાદી 2017થી સક્રિય હતો. ઠાર થયેલ આતંકવાદી ફેબ્રુઆરી 2019માં ઈશરત મુનીર નામની છોકરીની હત્યામાં પણ સામેલ હતો. આ આતંકવાદીના કબજામાંથી એક એકે રાઈફલ અને ત્રણ મેગેઝીન સહિત ગુનાહિત સામગ્રી, શસ્ત્રો અને દારૂગોળો જપ્ત કરવામાં આવ્યો હતો.
જે આતંકીઓનુ એન્કાઉન્ટર કરવામાં આવ્યું તેઓની પાસેથી કેટલાક હથીયારો મળી આવ્યા હતા જે જપ્ત કરી લેવાયા છે. સાથે જ આ આતંકીઓની વધુ માહિતી પણ એકઠી કરવામાં આવી રહી છે. આ સ્થિત વચ્ચે સૈન્યને એક અગત્યની જાણકારી મળી હતી. જેમાં ત્યાંના અવંતીપોરા વિસ્તારમાં જૈશ-એ-મોહમ્મદના આતંકીઓના તે સ્થળની જાણકારી મળી હતી અને તેઓ તે સ્થળ છોડી જતા રહ્યાં હતાં.