પૂણે : ભારતીય ક્રિકેટ ટીમ (INDIAN CRICKET TEAM)ના મિડલ ઓર્ડર બેટ્સમેન શ્રેયસ ઈજાને કારણે ઇંગ્લેન્ડ સામેની 3 મેચની શ્રેણીની બાકીની બે વનડે મેચમાંથી બહાર થઈ ગયો છે. શ્રેયસને પ્રથમ વનડેમાં ફિલ્ડિંગ કરતી વખતે ખભામાં ઈજા થઈ હતી.
વેબસાઇટ અનુસાર, શ્રેયસને ખભામાં ઇજા છે, તે આઈપીએલ (IPL)ના પહેલા ભાગમાં દિલ્હી કેપિટલ્સ તરફથી રમવા અંગે પણ શંકા છે. શ્રેયસ આઈપીએલમાં દિલ્હી કેપિટલના કેપ્ટન છે. જોકે, બીસીસીઆઈ તરફથી વનડે શ્રેણીમાંથી શ્રેયસ એય્યરના આઉટ થવા તરફથી હજી સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.
આ ઘટના ઇંગ્લેન્ડની ઇનિંગની આઠમી ઓવરમાં બની હતી જ્યારે શ્રેયસે જોની બેઅરસ્ટોના શોટ રોકવા માટે ડાઇવ કરી હતી. ત્યારબાજ તે મેદાનની બહાર દોડી ગયો અને ખૂબ જ દર્દમાં લાગ્યો હતો. ઈજા બાદ બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઈન્ડિયા (BCCI) એ તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર કહ્યું હતું કે શ્રેયસને તેના ખભાની ઇજા માટે સ્કેન માટે લઈ જવાયો છે.