National

Shraddha Murder Case: વધુ એક ખુલાસો,કરવત ફેરવીને બોડીના ટુકડા કર્યા હતા આફતાબે

નવી દિલ્હી : આખા દેશમાં જે હત્યાની ચર્ચાઓ થઇ રહી છે તે શ્રદ્ધા વાલકર (Shraddha Walker) હત્યા કેસમાં (Murder Case) રોજ રોજ સંસનીખેઝ ખુલાસાઓ સામે આવી રહ્યા છે. કેટલી બર્બરતા પૂર્વક આફતાબે તેની હત્યા કરી હતી.હવે ફોરેન્સિક તપાસ (Forensic investigation) દરમ્યાન પણ નવા ખુલાસાઓ સામે આવી રહ્યા છે. તપાસમાં એવું જાણવા મળ્યું હતું કે, શ્રદ્ધાની બોડી ઉપર કરવત ફેરવીને કાપી હોવાના પણ નિશાનો મળી આવ્યા છે.હત્યાના સ્થળ ઉપર ટાઇલ્સ ઉપરથી મળી આવેલા લોહીના નિશાન ફોરેન્સિક ટેસ્ટ કરીને તેના પિતા ના બ્લડ સાથે પણ મેચ કરવામાં આવ્યા છે. અને જંગલ માંથી મળી આવેલ હાડકાના ટુકડા પણ શ્રદ્ધાના હોવાનું બહાર આવ્યું છે.

  • શ્રદ્ધાની બોડી ઉપર કરવત ફેરવીને કાપી હોવાના પણ નિશાનો મળી આવ્યા
  • ઔપચારિક રીતે રિપોર્ટ મળ્યા બાદ કેસના અનુસંધાનમાં માહિતી આપવામાં આવશે
  • દિલ્હી પોલીસ માટે આ હત્યાનો કેસ પડકાર જનક બની ગયો છે

ડીએનએ ટેસ્ટ સંબંધિત રિપોર્ટ આવવાના બાકી છે
ફોરેન્સિક ટીમ દ્વારા દિલ્હી પોલીસને મૌખિક રીતે જાણ કરી દેવામાં આવી છે. અને તેના સંપૂર્ણ રિપોર્ટ આપવામાં થોડા દિવસો લાગી શકે છે. પોલીસ હવે એફએસએલના અંતિમ રિપોર્ટની રાહ જોઈ રહી છે. દિલ્હી પોલીસના ઉચ્ચ પોલીસ અધિકારીઓનું કહેવી છે કે શ્રદ્ધા હત્યા કેસમાં ડીએનએ ટેસ્ટ સંબંધિત સીએફએસએલ રિપોર્ટ મળ્યો નથી. હાલમાં ઔપચારિક રીતે રિપોર્ટ મળ્યા બાદ કેસના અનુસંધાનમાં માહિતી આપવામાં આવશે.

આફતાબને ઘેરવાના કોઈ નક્કર પુરાવાઓ નથી મળી રહ્યા
દિલ્હી પોલીસ માટે આ હત્યાનો કેસ પડકાર જનક બની ગયો છે. અત્યાર સુધી દિલ્હી પોલીસે ભાગ્યે આટલી બધી મહેનત કોઈ કેસમા કરવી પડી રહી છે. દિલ્હી પોલીસની ટીમ પાંચ રાજ્યોના અનેક શહેરોમાં તપાસ કરી ચુકી છે. પરંતુ તેને શેતાની કૃત્ય કરનાર આફતાબને ઘેરવાના કોઈ નક્કર પુરાવાઓ નથી મળી રહ્યા. આફતાબ પ્રશ્નોના ઘેરાવામાં પણ ઘેરાયો ન હતો. શહેર-શહેર દિલ્હી પોલીસની ટીમો આ હત્યાના દરેક રહસ્યને ઉકેલવા માટે સતત મહેનત કરી રહી છે. દરેક પ્રશ્નનો જવાબ મળી શકે છે. જંગલથી લઈને સમુદ્ર સુધી પુરાવાની શોધ કરવામાં આવી રહી છે. ડઝનબંધ લોકો તરફથી પ્રશ્નો પૂછવામાં આવી રહ્યા છે.

Most Popular

To Top