Entertainment

શ્રદ્ઘા કપૂર અને રણદીપ હુડા ફિલ્મ ઇથામાં દેખાશે સાથે

બોલિવુડ અભિનેત્રી શ્રદ્ઘા કપૂર અને અભિનેતા રણદીપ હુડા તેમની આગામી ફિલ્મ Eethaને લઈને ફરી ચર્ચામાં આવ્યા છે. ફિલ્મનો પુણે શેડ્યૂલ સફળતાપૂર્વક પૂર્ણ થયો છે અને આ પ્રસંગે સમગ્ર ટીમે સેટ પર ખાસ ઉજવણી કરી હતી. શૂટિંગ પૂર્ણ થતાં જ કલાકારો અને ક્રૂ સભ્યોએ સાથે મળીને કેક કાપી ખુશી વ્યક્ત કરી હતી. આ ઉજવણીનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો છે. પુણે શેડ્યૂલ પહેલાં ફિલ્મનું અન્ય શહેરોમાં પણ શૂટિંગ થયું હતું. હવે આ ભાગ પૂર્ણ થતાં ટીમ આગામી શેડ્યૂલ માટે તૈયારી શરૂ કરી રહી છે. ફિલ્મના કેટલાક મહત્વપૂર્ણ દ્રશ્યો હજુ બાકી હોવાનું કહેવાય છે, જે જલ્દી જ શૂટ થશે. ફિલ્મી ચાહકો ફિલ્મ વિશે વધુ માહિતી અને રિલીઝ તારીખ જાણવા ઉત્સુક છે. હાલ તો ફિલ્મનું કામ ઝડપથી આગળ વધી રહ્યું છે અને નિર્માતાઓ તેને ભવ્ય રીતે રજૂ કરવાની તૈયારીમાં છે. હવે દર્શકોને ફિલ્મના ટીઝર અને ટ્રેલરની રાહ છે, જે જલ્દી જ જાહેર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ફિલ્મના પુણે શેડ્યૂલ દરમિયાન ઘણા મહત્વપૂર્ણ દ્રશ્યો શૂટ કરવામાં આવ્યા હતા. ટીમે લાંબા સમય સુધી સતત મહેનત કર્યા બાદ આ ભાગ પૂર્ણ કર્યો છે, તેથી દરેકમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. ફિલ્મની વાત કરીએ તો ઇથા એક બાયોગ્રાફિકલ ડ્રામા ફિલ્મ છે, જે લાવણી અને તમાશા કલાકાર વિથાબાઈ નારાયણગાંવકરના જીવન પર આધારિત છે. આ ફિલ્મમાં શ્રદ્ધા કપૂર એક મજબૂત અને પ્રેરણાદાયી સ્ત્રી વિથાબાઈ નારાયણગાંવકરનું પાત્ર ભજવી રહી છે. પોતાના પાત્ર માટે તેમણે ખાસ તૈયારીઓ કરી હોવાનું પણ તેણીએ જણાવ્યું હતું. બીજી તરફ બીજી તરફ રણદીપ હુડાએ વધુ એક સ્ત્રીપ્રધાન ફિલ્મ સ્વીકારી છે. અગાઉ તે ‘હાઈવે’ અને ‘હિરોઈન’ સહિતની સંખ્યાબંધ એવી ફિલ્મો કરી ચૂક્યો છે જેમાં ફિલ્મમાં સ્ત્રી પાત્ર કેન્દ્રીય ભૂમિકામાં હોય. આ એક પિરિયડ ફિલ્મ હશે. રણદીપ હુડા પણ પોતાના ગંભીર અને અસરકારક અભિનય માટે જાણીતા છે, તેથી દર્શકોને આ જોડી પાસેથી ઘણી અપેક્ષા છે.

Most Popular

To Top