20 સપ્ટેમ્બરના રોજ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કુશળ કામદાર પરમિટના ખર્ચમાં 50 ગણો વધારો કરીને 1,00,000 યુએસ ડોલર કરવાની જાહેરાત કરીને ટેક. જગતને આશ્ચર્યચકિત કરી દીધું. તરત જ, અફરાતફરી મચી ગઈ. સિલિકોન વેલીની કંપનીઓએ સ્ટાફને દેશની બહાર મુસાફરી ન કરવા વિનંતી કરી, વિદેશી કર્મચારીઓ ફ્લાઇટ્સ માટે ભાગદોડ કરવા લાગ્યાં અને ઇમિગ્રેશન વકીલોએ આદેશને સમજવા માટે ઓવરટાઇમ કામ કર્યું.
બીજા દિવસે, યુ.એસ.એ સ્થિતિને શાંત કરવાનો પ્રયાસ કર્યો અને સ્પષ્ટતા કરી કે ફી ફક્ત નવાં અરજદારો પર લાગુ થાય છે અને તે પણ એક જ વખત છે.જો કે, ટેક. ક્ષેત્રમાં હજારો સંભવિત વિઝા અરજદારોના જીવન પર આની અસર થશે તેવા વ્યાપક ભયને કોઈ રોકી શક્યું નહીં.એવી પણ ચિંતા હતી કે, આ વિઝા હેઠળ કુશળ કર્મચારીઓને ભરતી કરવા પર આધાર રાખતી મુખ્ય યુ.એસ. ટેક. કંપનીઓમાં વ્યાપક વિક્ષેપ પડી શકે છે. 2004થી આ શ્રેણીમાં જારી કરાયેલા વિઝાની સંખ્યા દર વર્ષે 85,000 પર મર્યાદિત કરવામાં આવી છે અને ફાળવણી લોટરી દ્વારા નક્કી કરવામાં આવે છે. પરંતુ, યુ.એસ. સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસિસના ડેટા સૂચવે છે કે, આગામી નાણાંકીય વર્ષ માટે અરજીઓ ઘટીને લગભગ 3,59,000 થઈ ગઈ છે.
આ વિઝામાં સામાન્ય રીતે ભારતીય નાગરિકોનો હિસ્સો 71% છે. છતાં, ડેટા એ પણ સૂચવે છે કે, આ વિઝા મેળવનારાંઓમાંથી લગભગ 60% લોકો 100,000 યુએસ ડોલર કરતાં ઓછી કમાણી કરે છે. એનો અર્થ એ છે કે, તેમના નોકરીદાતાઓને વિદેશથી આવાં કુશળ કર્મચારીઓને નોકરી પર રાખવાનું મુશ્કેલ બની શકે છે. કુશળ પ્રતિભાની ગતિશીલતા અને વિનિમયે યુ.એસ. અને ભારતમાં ટેક્નોલોજીકલ વિકાસ, નવીનતા, આર્થિક વૃદ્ધિ, સ્પર્ધાત્મકતા અને સંપત્તિનિર્માણમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે.આમ છતાં, આ નીતિને બદલવા માટે ભારત માટે રાજદ્વારી અથવા રાજકીય દબાણ કરવાનો મર્યાદિત અવકાશ છે. લાંબા સમયથી ચાલતા એચ-1બી કાર્યક્રમની ટીકા અમેરિકન કર્મચારીઓને નુકસાન પહોંચાડવા બદલ થતી રહી છે, પરંતુ વૈશ્વિક પ્રતિભાને આકર્ષવા બદલ પ્રશંસા કરવામાં આવી છે.
ટ્રમ્પની નવી નીતિ એચ-1બી પાઇપલાઇનને અસરકારક રીતે રોકી દે છે, જેણે લાખો ભારતીયો માટે અમેરિકન સ્વપ્નને સાકાર કરવામાં મદદ કરી છે અને વધુ અગત્યનું, યુએસ ઉદ્યોગોને પ્રતિભાનો પ્રવાહ પૂરો પાડ્યો છે.તે પાઇપલાઇને બંને દેશોને બદલી નાખ્યા છે.ભારત માટે એચ-1બી વીમા મહત્ત્વાકાંક્ષાનું એક માધ્યમ બન્યું. નાના શહેરના કોડર્સ ડોલર કમાવવા લાગ્યા, પરિવારો મધ્યમ વર્ગમાં આવી ગયાં અને એરલાઇન્સથી લઈને રિયલ એસ્ટેટ સુધીના સમગ્ર ઉદ્યોગોએ વિશ્વભરમાં ફરતાં ભારતીયોની નવી પેઢીની જરૂરિયાતો પૂરી કરવા લાગ્યાં.યુએસ માટે તેનો અર્થ પ્રતિભાનો પ્રવાહ હતો જેનાથી પ્રયોગશાળાઓ, વર્ગખંડો, હોસ્પિટલો અને સ્ટાર્ટ-અપ્સમાં કામ કરનારાં લોકો વધ્યાં. આજે, ભારતીય મૂળના એક્ઝિક્યુટિવ્સ ગૂગલ, માઇક્રોસોફ્ટ અને આઇબીએમ ચલાવે છે અને ભારતીય ડોક્ટરો અમેરિકામાં ફિઝિશિયન વર્કફોર્સનો લગભગ 6% હિસ્સો ધરાવે છે. ભારત આંતરરાષ્ટ્રીય મેડિકલ ગ્રેજ્યુએટ્સ (જે સામાન્ય રીતે એચ-1બી વિઝા પર યુએસમાં હોય છે)નો સૌથી મોટો એકમાત્ર સ્રોત છે અને તમામ આંતરરાષ્ટ્રીય ડોક્ટરોના લગભગ 22% હિસ્સો ધરાવે છે.
યુએસ ફિઝિશિયનોના એક ચતુર્થાંશ જેટલા આંતરરાષ્ટ્રીય ડોક્ટરો છે તો ભારતીય એચ-1બી ધારકો કુલ મળીને લગભગ 5-6% હિસ્સો ધરાવે છે.અલબત્ત, ટ્રમ્પની નવી 100,000 યુએસ ડોલર ફી અવ્યવહારુ છે. 2023માં નવા એચ-1બી કર્મચારીઓનો સરેરાશ પગાર 94,000 યુએસ ડોલર હતો, જે પહેલાંથી જ સિસ્ટમમાં રહેલાં લોકો માટે 129,000 યુએસ ડોલર હતો.નિષ્ણાતો કહે છે કે, ફી નવી ભરતીઓને લક્ષ્ય બનાવતી હોવાથી મોટા ભાગનાં લોકો તે આપવા માટે પૂરતી કમાણી પણ નહીં કરી શકે. તેથી, ભારત પહેલાં આંચકો અનુભવી શકે છે, પરંતુ તેની અસર યુએસમાં વધુ ઊંડી થઈ શકે છે.ટીસીએસ અને ઇન્ફોસિસ જેવા ભારતીય આઉટ સોર્સિંગ દિગ્ગજોએ સ્થાનિક કાર્યબળનું નિર્માણ કરીને અને ડિલિવરી ઓફશોર શિફ્ટ કરીને લાંબા સમયથી આ માટે તૈયારી કરી છે.
નિઃશંકપણે, ભારતનું 283 બિલિયન યુએસ ડોલરનું આઇટી ક્ષેત્ર એક મહત્ત્વપૂર્ણ પડકારનો સામનો કરી રહ્યું છે. કારણ કે, તે કુશળ કર્મચારીઓને યુએસ મોકલવા પર ખૂબ આધાર રાખે છે, જે તેની આવકના અડધાથી વધુ હિસ્સો ધરાવે છે.યુએસ પર વ્યાપક અસર ગંભીર હોઈ શકે છે: ડોક્ટરોની અછતનો સામનો કરતી હોસ્પિટલો, એસટીઈએમ વિદ્યાર્થીઓને આકર્ષવા માટે સંઘર્ષ કરતી યુનિવર્સિટીઓ અને ગૂગલ અથવા એમેઝોન જેવી મોટી કંપનીઓની જેમ લોબિંગ કરવાની ક્ષમતાવાળા સ્ટાર્ટ-અપ્સને સૌથી વધુ ફટકો પડવાની શક્યતા છે. હકીકતમાં, આ અસર ભારતીય વિદ્યાર્થીઓ દ્વારા સૌથી વધુ તીવ્રપણે અનુભવાશે, જે યુએસમાં ચારમાંથી એક આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી છે.ઘણા ઇમિગ્રેશન વકીલો ટ્રમ્પના પગલાને ટૂંક સમયમાં કાનૂની પડકારોનો સામનો કરવાની અપેક્ષા રાખે છે.જો કે, જો સરકાર ભારતની માળખાગત સુવિધાને મજબૂત બનાવવા અને જરૂરી સુધારાઓ હાથ ધરવા માટે સક્રિય પગલાં લે તો ભારતીય નાગરિકો પર તેની અસર ઓછી થઈ શકે છે.
ભારતીય ટેક. ઉદ્યોગ અત્યાર સુધીની તુલનામાં વધુ પ્રગતિ કરે તેવી સંભાવનાઓને સુધારવા માટે આ પગલાં જરૂરી છે.આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્ષેત્રમાં નવી ક્ષમતાઓ વિકસાવવી પડશે અને ચીન અને રશિયા સહિત સમગ્ર એશિયામાં અને યુરોપના કેટલાક ભાગોમાં નવાં બજારો શોધવા માટે નવી તકો વિકસાવવી પડશે.જો કે, ટ્રમ્પનો આદેશ એક વર્ષની અંદર સમાપ્ત થવાનો છે, તેમ છતાં તેને લંબાવવામાં આવશે નહીં તેની કોઈ ગેરેંટી નથી. તેથી, ભારત માટે લાંબા ગાળાની યોજના વિકસાવવી વધુ મહત્ત્વપૂર્ણ છે. ભારતે ટ્રમ્પ વ્હાઇટ હાઉસની એ નવી વાસ્તવિકતા સાથે ખુદને અનુકૂલન સાધવું પડશે કે, ભવિષ્યનાં સંશોધકો, રોજગાર સર્જકો અને કરદાતાઓને તેમના દેશમાં આવતાં રોકે છે.આગામી કેટલાંક વર્ષોમાં આર્થિક પ્રગતિને વેગ આપવા માટે આવશ્યક વૈજ્ઞાનિક અને એન્જિનિયરિંગ કૌશલની અછતના કારણે અમેરિકાએ જ ઝૂકવું પડશે, નહીં કે અન્ય દેશોએ તે ચોક્કસ છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.