નેશનલ સિક્યુરિટી એજન્સીઓ સતર્ક
ભારતમાં અમેરિકન નાગરિક Matthew VanDykeની ધરપકડ બાદ સુરક્ષા એજન્સીઓએ તપાસ તેજ બનાવી છે અને ઘણા ચોંકાવનારા તાર મળ્યા છે. VanDyke સહિત સાત વિદેશીઓને દેશ વિરુદ્ધ કથિત સડયંત્રના કેસમાં બે દિવસ પહેલાં ઝડપી લેવામાં આવ્યા હતા.
ભારતની ટોચની આતંકવાદ વિરોધી એજન્સી National Investigation Agency (NIA) અનુસાર, આરોપીઓએ ભારત મારફતે ગેરકાયદેસર રીતે મ્યાનમારમાં પ્રવેશ કર્યો હતો, જ્યાં તેઓએ એથનિક સશસ્ત્ર જૂથો અને ભારતના પ્રતિબંધિત સંગઠનોને તાલીમ આપવાની યોજના બનાવી હતી. તપાસ દરમિયાન VanDykeના મોબાઇલ અને સોશિયલ મીડિયા ડેટા સ્કેન કરતા જાણવા મળ્યું કે તે અગાઉ અનેક આંતરરાષ્ટ્રીય યુદ્ધ ક્ષેત્રોમાં સક્રિય રહ્યો છે. તે પોતાને સુરક્ષા વિશ્લેષક અને ડોક્યુમેન્ટરી ફિલ્મમેકર અને વોર કરસ્પોન્ડન્ટ તરીકે ઓળખાવતો હતો, પરંતુ એજન્સીઓ અનુસાર તેની ભૂમિકા ઘણું વધારે ગંભીર હોઈ શકે છે.
“મોડર્ન વોરફેર” ટ્રેનર તરીકે ભૂમિકા : સૂત્રો અનુસાર VanDyke મર્સનરી ઇન્સ્ટ્રક્ટર તરીકે કામ કરતો હતો અને તેણે ગેરિલા વોરફેર, ડ્રોન ઓપરેશન અને ટાક્ટિકલ ઓપરેશન્સ જેવી “સ્પેશિયલ ફોર્સ-સ્ટાઇલ” તાલીમ આપી હતી. તે ઇરાક સહિત અનેક યુદ્ધ ક્ષેત્રોમાં સક્રિય રહ્યો હોવાનું પણ સામે આવ્યું છે.
લિબિયા યુદ્ધથી શરૂ થયેલી સફર : VanDykeને ઓળખ મળી Libyan Civil War દરમિયાન, જ્યાં તેણે બળવાખોરોને જોડાઈને લડત આપી હતી. તે સમય દરમિયાન તે છ મહિના સુધી કેદમાં પણ રહ્યો હતો અને બાદમાં ભાગી છૂટ્યો હતો. ત્યારબાદ તેણે Sons of Liberty International નામની સંસ્થા બનાવી, જે વિશ્વભરના સશસ્ત્ર જૂથોને તાલીમ આપે છે.
ભારત માટે ગંભીર સુરક્ષા ચિંતા : તપાસમાં કેટલાક રેકોર્ડિંગ્સ પણ મળ્યા છે, જેમાં VanDyke બળવો અને વિદ્રોહોને સમર્થન આપતો સંભળાય છે. તે વિશ્વભરના મર્સનરીઝને મ્યાનમાર, ઇરાન અને વેનેઝુએલા જેવા દેશોમાં જોડાવા માટે અપીલ કરતો હતો.ધરપકડ પછી ત્રણ મુખ્ય થિયરીઓ પર તપાસ ચાલી રહી છે.
એક સંભાવના એ છે કે કોઈ આંતરરાષ્ટ્રીય સ્તરની ભારતને અસ્થિર કરવાની યોજના હોઈ શકે છે. બીજી થિયરી મુજબ યુક્રેન સાથે જોડાયેલા નેટવર્કની સંડોવણી હોઈ શકે છે, ખાસ કરીને Volodymyr Zelenskyના નિવેદનો બાદ. ત્રીજી સંભાવના Russia-Ukraine War સાથે જોડાયેલી છે, જેમાં ભારતના રશિયા સાથેના સંબંધોને કારણે આ પ્રવૃત્તિઓ થઈ હોઈ શકે છે. આ સમગ્ર મામલો ભારતની આંતરિક સુરક્ષા માટે ગંભીર ચિંતાનો વિષય બની ગયો છે અને એજન્સીઓ દરેક એંગલથી તપાસ કરી રહી છે.