SURAT

રીક્ષામાં સેટિંગ, ખિસ્સામાં હાથે સફાઈ!

સુરત શહેરમાં ફરી એકવાર રિક્ષામાં નજર ચૂકવી ચોરી કરતો રીઢો આરોપી પોલીસના જાળમાં સપડાયો છે. મહિધરપુરા પોલીસ સ્ટેશનની સતર્ક કામગીરીના પગલે આરોપી જાવીદ ઉર્ફે મીથુન શેખને ઝડપી પાડવામાં આવ્યો છે. આરોપીએ કતારગામ વિસ્તારમાં ઓટોરીક્ષામાં બેઠેલા મુસાફર સાથે ચાલાકીપૂર્વક વાતચીત શરૂ કરી, પછી “આગળ-પાછળ બેસો” કહી ગેરસમજ ઉભી કરી અને તક મળતા જ મુસાફરના ખિસ્સામાંથી રૂપિયા 39,000 સેરવી લીધા હતા,

ઘટના સામે આવતા મહિધરપુરા પોલીસે તાત્કાલિક ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી. તપાસ દરમિયાન આરોપીની ઓળખ થઈ જે બાદ તેને પકડી પાડવામાં આવ્યો. પૂછપરછમાં સામે આવ્યું કે જાવીદ ઉર્ફે મીથુન શેખ અગાઉ પણ આશરે 10 જેટલા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો રહી ચૂક્યો છે. શહેરમાં રિક્ષા અને જાહેર સ્થળોએ લોકોની નજર ચૂકવી ચોરી કરવી તેનો મોડસ ઓપરેન્ડી હતો.

આ અંગે સુરત પોલીસ ની જનતા ને અપીલ – જાહેર વાહન વ્યવહારમાં મુસાફરોએ ખાસ સાવચેતી રાખવી જરૂરી છે. અજાણ્યા વ્યક્તિઓની વાતોમાં આવી બેસવાની જગ્યા બદલવી કે બેગ-ખિસ્સા ખુલ્લા રાખવા જેવી બેદરકારી મોટું નુકસાન કરાવી શકે છે.સુરત પોલીસ દ્વારા સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે શહેરમાં ચોરી-લૂંટ જેવી ઘટનાઓને કોઈપણ રીતે સહન કરવામાં આવશે નહીં. આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે અને અન્ય ગુનાઓની કડી શોધવા વધુ પૂછપરછ ચાલી રહી છેશહેરવાસીઓ માટે આ ઘટના ચેતવણીરૂપ છે – જાહેર સ્થળે સાવચેત રહો, અને શંકાસ્પદ હરકતો દેખાય તો તરત જ પોલીસને જાણ કરો.

Most Popular

To Top