મધ્ય પૂર્વમાં તણાવ વધુ ઘેરો બન્યો છે. ઈરાનના અધિકારીઓએ ગંભીર આરોપ લગાવ્યો છે કે દેશભરમાં શનિવારે થયેલા અમેરિકન અને ઈઝરાયલી સૈન્ય હુમલાઓ દરમિયાન દક્ષિણ ઈરાનના મિનાબ શહેરમાં આવેલી ગર્લ્સ પ્રાથમિક શાળાને નિશાન બનાવવામાં આવી. ઈરાન સરકાર અને રાજ્ય ટેલિવિઝનના જણાવ્યા અનુસાર “Shajare Tayyiba Elementary School” પર થયેલા હુમલામાં મોટું માનવીય નુકસાન થયું છે.
અધિકારીઓના દાવા મુજબ સાંજે લગભગ 5:30 વાગ્યા સુધીમાં આ હુમલામાં કુલ 115 લોકોના મોત થયા હોવાની માહિતી સામે આવી છે. તેમાં ઘણા વિદ્યાર્થીઓ પણ સામેલ હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. સ્થાનિક પ્રશાસનના હવાલાથી જણાવાયું છે કે ઓછામાં ઓછા 92 લોકો ઘાયલ થયા છે. જોકે, મૃત્યુ પામેલા અને ઘાયલોમાં કેટલા બાળકો છે
તો બીજી બાજુ ઈરાનના રાષ્ટ્રપતિ Masoud Pezeshkianએ આ ઘટનાની કડક નિંદા કરી છે. તેમણે પોતાના નિવેદનમાં કહ્યું કે આ હુમલો “ક્રૂરતા અને આક્રમણનું ભયાનક ઉદાહરણ” છે અને ઈરાનના ઇતિહાસમાં કાળા પાનાં તરીકે યાદ રહેશે. તેમણે અમેરિકન અને ઈઝરાયલી સરકારને સીધી જવાબદારી લેવાની માંગ પણ કરી છે.

તે જ સમયે ઈરાનના વિદેશ મંત્રી Abbas Araghchiએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરીને જણાવ્યું કે આ સ્કૂલ પર દિવસ દરમિયાન બોમ્બમારો થયો હતો, જ્યારે સ્કૂલમાં નાનાં વિદ્યાર્થીઓ હાજર હતા. તેમના જણાવ્યા મુજબ આ ઘટના આંતરરાષ્ટ્રીય માનવ અધિકારો અને યુદ્ધના નિયમોનું ગંભીર ઉલ્લંઘન છે.
આ તરફ અમેરિકાની સૈન્ય કમાન્ડ United States Central Command (CENTCOM)એ આ દાવાઓને લઈને કહ્યું છે કે તેઓ ઘટનાની તપાસ કરી રહ્યા છે. સેન્ટકોમના પ્રવક્તાએ સ્પષ્ટ કર્યું કે અમેરિકા ક્યારેય નાગરિકોને નિશાન બનાવતું નથી અને નાગરિકોની સુરક્ષા તેમની પ્રથમ પ્રાથમિકતા છે. તેમણે જણાવ્યું કે આવી કોઈ માહિતી મળે તો તેની ગંભીરતાથી તપાસ કરવામાં આવશે.
આંતરરાષ્ટ્રીય કાયદા મુજબ યુદ્ધ દરમિયાન શાળાઓ અને શૈક્ષણિક સંસ્થાઓને ઇરાદાપૂર્વક નિશાન બનાવવું ગેરકાયદેસર છે. આ ઘટનાએ ફરી એકવાર યુદ્ધ ક્ષેત્રોમાં નાગરિકોની સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે, વિશ્વભરમાં શૈક્ષણિક સંસ્થા પર થતા હુમલાઓ પર નજર રાખતી સંસ્થા Global Coalition to Protect Education from Attackના અહેવાલ મુજબ છેલ્લા કેટલાક વર્ષોમાં શાળાઓ પર હુમલાની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થયો છે.હાલ આ ઘટનાને લઈને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિક્રિયાઓ આવવાની શક્યતા છે. જો આ દાવાઓ સાચા સાબિત થાય તો મધ્ય પૂર્વમાં તણાવ વધુ વધી શકે છે અને વૈશ્વિક સ્તરે રાજકીય ચર્ચાઓ તેજ થવાની શક્યતા છે.