વિમ્બલડન: સ્ટાર ટેનિસ ખેલાડી (star tennis player) સેરેના વિલિયમ્સ (Serena Williams) બેલારસની એલેક્ઝાન્ડ્રા સેસનોવિચ સામેની મંગળવારની પહેલા રાઉન્ડની મેચમાં જમણા પગમાં ઇજા (due to injury) થવાને કારણે વિમ્બલડન ગ્રાન્ડસ્લેમ (Wimbledon) ટેનિસ ટૂર્નામેન્ટમાંથી આઉટ (Out) થઇ ગઇ હતી. પોતાના 23 ગ્રાન્ડસ્લેમમાંથી 7 અહીં જીતનારી સેરેના જ્યારે સ્કોર 3-3ની બરોબરીએ હતો ત્યારે મેચમાંથી ખસી ગઇ હતી.
ગ્રાસ કોર્ટ પર લપસવાને કારણે સેરેનાને જમણા પગમાં ઇજા થઇ હતી. એવું માત્ર બીજીવાર બન્યું છે કે જ્યારે સેરેનાએ કોઇ ગ્રાન્ડસ્લેમ ટૂર્નામેન્ટમાંથી ચાલુ મેચે ખસી જવું પડ્યું હોય. આ પહેલા 1998માં પણ તે ગ્રાન્ડસ્લેમ ટૂર્નામેન્ટમાં ચાલુ મેચે ખસી હતી. વિમ્બલડન ગ્રાન્ડસ્લેમ ટૂર્નામેન્ટની મંગળવારે રાત્રે રમાયેલી મહિલા સિંગલ્સ (Women singles)ની પહેલા રાઉન્ડની મેચમાં ગ્રાસ કોર્ટ પર લપસવાને કારણે ઘાયલ થઇને ટૂર્નામેન્ટમાંથી સેરેના વિલિયમ્સ આઉટ થઇ તે પછી ટોચના ટેનિસ ખેલાડીઓએ અહીંના લપસણા ગ્રાસ કોર્ટ (Sleepy grass court)ને વખોડ્યું હતું અને મોટાભાગના ખેલાડીઓએ સેન્ટર કોર્ટના ગ્રાસ કોર્ટ તરફ આંગળી ચીંધીને આ દશકની સૌથી ભીની ટૂર્નામેન્ટ ગણાવી હતી.
સાઉથ વેસ્ટ લંડનમાં ગઇકાલે વરસાદ થયા પછી સેન્ટર કોર્ટ અંગે એન્ડી મરે અને કોકો ગફે પણ પોતાની ટીપ્પણી કરી હતી, જ્યારે રોજર ફેડરરે હવામાં ભેજ વધતા તેણે પણ ગ્રાસ કોર્ટ લપસણો બન્યાનું અનુભવ્યું હોવાનું જણાવ્યું હતું. બુધવારે જોન ઇસ્નર પણ લપસી પડ્યો હતો. જો કે તેણે તરત જ ઊભા થઇને અમ્પાયર તરફ પોતે ઠીક હોવાનો ઇશારો કરી દીધો હતો. જો કે વિમ્બલડના પ્રવક્તાએ ગ્રાસ કોર્ટ સામેની આ ટીકાઓ છતાં પોતાનો બચાવ કર્યો હતો અને કહ્યું હતું કે તેમને ગ્રાસ કોર્ટની સપાટીથી સંતોષ છે. કોકો ગફ પણ પોતાની પહેલા રાઉન્ડની મેચ દરમિયાન બે વાર લપસી હતી.
એલિજ કોર્નેટે બિયાન્કા એન્દ્રેસ્કુને હરાવીને અપસેટ કર્યો
મહિલા સિંગલ્સના પહેલા રાઉન્ડમાં ફ્રાન્સની એલિજ કોર્નેટે પાંચમી ક્રમાંકિત બિયાન્કા એન્દ્રેસ્કુને હરાવીને અપસેટ કર્યો હતો. આ ઉપરાંત મહિલા સિંગલ્સમાં ત્રીજી ક્રમાંકિત એલિના સ્વિતોલિના, કેરોલિના પ્લિસકોવા, કેમેલિયા જ્યોર્જી અને કેરોલિના મકોવા જ્યારે પુરૂષ સિંગલ્સમાં નંબર વન નોવાક જોકોવિચ, 7મો ક્રમાંકિત મેટિરો બેરેટિની, કેઇ નિશિકોરી જીતીને આગળ વધ્યા છે, અને જોન ઇસ્નર, 11મો ક્રમાકિત પાબ્લો કર્રેનો બુસ્ટા, 12મો ક્રમાંકિત કેસ્પર રૂડ પહેલા રાઉન્ડમાં જ હારીને આઉટ થઇ ગયા છે.
કોર્નેટે બે અઠવાડિયાના ગાળામાં બીજીવાર એન્દ્રેસ્કુને હરાવી છે. આ મેચ દરમિયાન કોર્નેટે માજી યુએસ ઓપન ચેમ્પિયન એન્દ્રેસ્કુની પાંચ વાર સર્વિસ તોડી હતી અને અંતે તેણે મેચ 6-2, 6-1થી જીતી લીધી હતી. આ પહેલા કોર્નેટે બે અઠવાડિયા પૂર્વે બર્લિનમાં એન્દ્રેસ્કુને હરાવી હતી. આ તરફ ફ્રેન્ચ ઓપનની રનર્સ અપ અને 16મી ક્રમાંકિત એનાસ્તાસિયા પાવલુચેન્કોવાએ અના બોગડાન સામે એક કલાક સુધી ચાલેલી મેચમાં 6-2, 6-2થી જીત મેળવી હતી. આ ઉપરાંત કેમેલિયા જ્યોર્જી અને કેરોલિના મુચોવા પણ પોતપોતાની મેચ જીતીને બીજા રાઉન્ડમાં પ્રવેશી છે.