Business

હાઇ રેકોર્ડ પર બંધ થયા સેન્સેક્સ-નિફ્ટી, રોકાણકારોની સંપત્તિમાં 3.32 લાખ કરોડનો વધારો

નવી દિલ્હી: ભારતીય શેરબજારનું (Indian stock market) સાથે ટ્રેડિંગ સેશન (Trading session) બુધવારે ઉત્તમ વૈશ્વિક સંકેતોના ટેકા ઐતિહાસિક રહ્યું હતું. ત્યારે સેન્સેક્સ (Sensex) પ્રથમ વખત 80,000નો રેકોર્ડ આંકડો પાર કરવામાં સફળ રહ્યો હતો. તેમજ બેન્કિંગ શેરોમાં પણ જોરદાર ખરીદીને કારણે નિફ્ટી બેન્કે (Nifty Bank) પ્રથમ વખત 53,000નો આંકડો પાર કર્યો હતો અને ઈન્ડેક્સમાં 1,000 પોઈન્ટનો વધારો જોવા મળ્યો હતો.

આ સાથે જ મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ ખરીદી જોવા મળી હતી. ત્યારે BSEનું માર્કેટ કેપ પણ પ્રથમ વખત રૂ. 445 લાખ કરોડને પાર કરી ગયું હતું. આજે કારોબારી સેશનના અંતે BSE સેન્સેક્સ 545 પોઈન્ટના ઉછાળા સાથે 79,987 અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 163 પોઈન્ટના ઉછાળા સાથે 24,286 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.

માર્કેટ કેપ ઐતિહાસિક ઊંચાઈ પર
ભારતીય શેરબજારમાં જોરદાર ઉછાળાને કારણે માર્કેટ કેપિટલાઇઝેશન રેકોર્ડ ઊંચાઈએ પહોંચી ગયું હતું. BSE ડેટા અનુસાર, લિસ્ટેડ શેરોનું માર્કેટ કેપ રૂ. 445.50 લાખ કરોડના સ્તરે બંધ થયું હતું, જે અગાઉના સત્રમાં રૂ. 442.18 લાખ કરોડના સ્તરે બંધ થયું હતું. આજના બુધવારના સત્રમાં રોકાણકારોની સંપત્તિમાં રૂ. 3.32 લાખ કરોડનો વધારો જોવા મળ્યો હતો.

ગેનર્સ અને લૂઝર્સ શેર
આજના વેપારમાં ગેનર્સ શેરોમાં અદાણી પોર્ટ્સ 2.49 ટકા, કોટક બેન્ક 2.37 ટકા, HDFC બેન્ક 2.18 ટકા, એક્સિસ બેન્ક 2.07 ટકા, ઇન્ડસઇન્સ બેન્ક 1.82 ટકા, SBI 1.66 ટકા, પાવર ગ્રીડ 1.41 ટકા, બજાજ ફાઇનાન્સ 5.2 ટકા, 5.2 ટકા. ટાટા સ્ટીલ 1.06 ટકાના વધારા સાથે બંધ થયા હતા. જ્યારે TCS 1.27 ટકા, ટાઇટન 1.14 ટકા, રિલાયન્સ 0.86 ટકા, ટાટા મોટર્સ 0.54 ટકા, એલએન્ડટી 0.26 ટકા, એશિયન પેઇન્ટ્સ 0.03 ટકાના ઘટાડા સાથે બંધ થયા હતા.

ક્ષેત્રીય અપડેટ
આજના કારોબારમાં સૌથી વધુ ઉછાળો બેંકિંગ શેર્સમાં જોવા મળ્યો, જેના કારણે બેંક નિફ્ટી 1.77 ટકાના વધારા સાથે બંધ થયો હતો. આ સિવાય ફાર્મા, મેટલ્સ, એનર્જી, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, હેલ્થકેર, ઓટો અને આઈટી શેરો જોરદાર વધારા સાથેે બંધ થયા હતા. માત્ર મીડિયા શેરોમાં જ ઘટાડો નોંધાયો હતો. આજના કારોબારમાં મિડકેપ અને સ્મોલકેપ શેર્સમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી 24 શેરો ઉછાળા સાથે અને છ નુકસાન સાથે બંધ થયા હતા. જેમાં ઈન્ડિયા વિક્સ સૌથી વધુ 3.23 ટકાના ઘટાડા સાથે બંધ રહ્યો હતો.

Most Popular

To Top