નવી દિલ્હી: બુધવારે શેરબજારો (Stock market) મામૂલી ઉછાળા સાથે બંધ થયા હતા. પરંતુ આજે દીવસ દરમિયાન શેર બજારમાં ઉતાર ચઢાવ જોવા મળ્યા હતા. તેમજ આખા દિવસના ટ્રેડિંગ બાદ મોટાઇંડેક્ષ ગ્રીન માર્કે (Green mark) બંધ થયા હતા. યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં કાપની શક્યતાના કારણે આજે ટ્રેડર્સે સાવધાની સાથે ટ્રેડિંગ થયું હતું.
બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 89.64 પોઈન્ટ વધીને 72,101.69 પોઈન્ટ પર બંધ થયો હતો. જે મંગળવારની સરખામણીએ 0.12 ટકાનો વધારો થયો હતો. બીજી તરફ નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ 21.65 પોઈન્ટ વધીને 21,839.10 પોઈન્ટ પર બંધ રહ્યો હતો. તેમાં પણ 0.1 ટકાનો ઉછાળો આવ્યો છે. BSE મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકો સપાટ રહ્યા હતા.
ટોપ ગેનર્સ અને લુઝર્સ
સેન્સેક્સ પેકમાં મારુતિ સુઝુકી, પાવર ગ્રીડ, નેસ્લે, SBI, ITC, રિલાયન્સ, કોટક મહિન્દ્રા બેંક, ટેક મહિન્દ્રા, બજાજ ફાઇનાન્સ, ઇન્ડસઇન્ડ બેંક, એશિયન પેઇન્ટ્સ, સન ફાર્મા, ટાઇટન કંપની, L&T, NTPC, M&M અને ICICI બેંક લાભ સાથે ગ્રીન માર્કે બંધ થયા હતા. જ્યારે ટાટા સ્ટીલ, ટાટા મોટર્સ, એક્સિસ બેંક, એચડીએફસી બેંક, એચયુએલ, જેએસડબલ્યુ સ્ટીલ, એચસીએલ ટેક, ઇન્ફોસિસ, વિપ્રો અને ટીસીએસ રેડ માર્કે બંધ થયા છે.
આ સાથે જ આજના સેશનમાં એફએમસીજી, એનર્જી, રિયલ્ટી, પીએસયુ બેન્ક, ઓટો અને કન્ઝ્યુમર શેરોમાં ઉછાળો જોવા મળ્યો હતો. જોકે મેટલ, સર્વિસ, ફાઈનાન્સ, આઈટી અને બેન્કિંગ શેરોમાં દબાણ જોવા મળ્યુ છે. વધારો થયો હોવા છતાં, NSE પર વધતા શેરોની સંખ્યા ઘટતા શેરો કરતા ઓછી હતી. અર્થાત આ શેર સામન્ય સપાટીએ રહ્યા હતા. નિફ્ટી મિડકેપ 100 ઈન્ડેક્સ 6.40 પોઈન્ટ અથવા 0.01 ટકાના નજીવા ઘટાડા સાથે 45,919 પોઈન્ટ પર અને નિફ્ટી સ્મોલકેપ 100 ઈન્ડેક્સ 6.70 પોઈન્ટ અથવા 0.05 ટકાના ઉછાળા સાથે 14,593 પોઈન્ટ પર બંધ થયો હતો.
ફેડ રિઝર્વ વ્યાજ દરો પર નિર્ણય મોકુફ રાખી શકે છે
જિયોજિત ફાઇનાન્શિયલ સર્વિસિસના રિસર્ચ હેડ વિનોદ નાયરના જણાવ્યા અનુસાર ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં આવેલા ઉછાળા અને વૈશ્વિક વાતાવરણને કારણે ભારતીય શેરબજારમાં સુધારો થયો છે. FII અને DII ના પ્રવાહને કારણે ભારતીય બજારો પર પણ સકારાત્મક અસર જોવા મળી છે. બજારને પૂરી આશા છે કે યુએસ ફેડરલ રિઝર્વ જૂનમાં વ્યાજદરમાં ઘટાડો નહીં કરે. જેને મોકુફ રાખી શકાય છે. કારણ કે મિડકેપ અને સ્મોલકેપ શેરોનું પ્રદર્શન હજુ પણ થોડું સુસ્ત રહી શકે છે.