ગાંધીનગર : અમદાવાદ અને ગાંધીનગરની 12 જેટલી શાળાઓમાં બોમ્બ મુકાયા હોવાની ધમકીભર્યા ઈમેલ બાદ સુરક્ષા એજન્સીઓએ તમામ શાળાઓની સઘન તપાસ હાથ ધર્યા બાદ સર્ચ ઓપરેશન પૂર્ણ કર્યું હતું. આ ઓપરેશન દરમિયાન કોઈ જ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી, જેના પગલે આવતીકાલને તમામ શાળાઓ રાબેતા મુજબ શરૂ થશે.
અમદાવાદ ગાંધીનગરની શાળાઓમાં બોમ્બ હોવાના ધમકીભર્યા ઈમેલ બાદ સમગ્ર શહેરમાં વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ સાથે આફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બીજી તરફ સુરક્ષા એજન્સીઓએ ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો. તે તમામ શાળાઓમાં સઘન તપાસ હાથ ધરી હતી. સુરક્ષા એજન્સીઓની ખૂબ જ ઝીણવટ ભરી તપાસ બાદ સર્ચ ઓપરેશન પૂર્ણ થયું હતું. આ ઓપરેશન દરમિયાન કોઈપણ વાંધાજનક ચીજવસ્તુ મળી ન હતી. જેને પગલે આવતીકાલે તમામ શાળાઓ રાબેતા મુજબ શરૂ થશે.
રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર દ્વારા તમામ વાલીઓ અને વિદ્યાર્થીઓને અપીલ કરવામાં આવી છે કે, કોઈપણ જાતની અફવાઓ પર વિશ્વાસ કરવો નહીં. તમામ શાળાઓમાં સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે, ત્યારે કોઈએ પણ ડર કે ભય રાખવાની જરૂર નથી.