ગાંધીનગર: ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ આગામી 26 ફેબ્રુઆરી 2026થી શરૂ થનાર છે. આ પરીક્ષા માટેની હોલ ટિકિટ શાળાઓ દ્વારા બોર્ડની વેબસાઈટ પરથી ડાઉનલોડ કરી શકાશે.
ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના સચિવ આર.આર. વ્યાસે જણાવ્યું હતું કે, ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ 26મી જાન્યુઆરીના રોજથી શરૂ થનાર છે. આ પરીક્ષા માટે પરીક્ષાર્થીઓના પ્રવેશ પત્ર હોલ ટિકિટ શાળાઓ દ્વારા બોર્ડની વેબસાઈટ પરથી શાળાનો ઇન્ડેક્સ નંબર, શાળાનો નોંધાયેલો મોબાઈલ નંબર, અથવા ઈમેઈલ આઇડી દ્વારા લોગીન કરી ડાઉનલોડ કરી શકાશે.
આ પ્રવેશ પત્રની પ્રિન્ટ કાઢી પરીક્ષાર્થીના ફેબ્રુઆરી 26 પરીક્ષાના આવેદન પત્ર મુજબના વિષય માધ્યમની ખરાઈ કરી નિયત કરેલી જગ્યાએ પરીક્ષાર્થીનો ફોટો ચોંટાડી પરીક્ષાર્થીની સહી, પરીક્ષાર્થીના વર્ગ શિક્ષકની સહી, તેમજ આચાર્યના સહી સિક્કા સાથે પરીક્ષાર્થીઓને આપવાની રહેશે.