ગાંધીનગર: ધોરણ -12 સામાન્ય પ્રવાહની બોર્ડ કક્ષાના પ્રાયોગિક વિષયની પરીક્ષાના ગુણ શાળાઓ દ્વારા બોર્ડની વેબસાઈટ પર ઓનલાઇન ભરવાના રહેશે.
ધોરણ- 12 સામાન્ય પ્રવાહની પ્રાયોગિક પરીક્ષા શાળા કક્ષાએથી લેવાતી હોય છે. આ પ્રાયોગિક પરીક્ષાના ગુણ રાજ્યની તમામ શાળાઓ દ્વારા આજથી 6 ફેબ્રુઆરી 2026થી 21મી ફેબ્રુઆરી સુધી બોર્ડની વેબસાઈટ પરથી ઓનલાઇન ભરવાના રહેશે. પરીક્ષાર્થીના વિષય કે અન્ય કોઈ બાબતે વિસંગતતા જણાય તો ગાંધીનગર બોર્ડની કચેરી ખાતે સામાન્ય પ્રવાહ ક શાખાનો જરૂરી આધાર પુરાવા સાથે રૂબરૂ સંપર્ક કરવાનો રહેશે.