વ્યારા(Vyara): ડોલવણ (Dolvan) તેમજ સોનગઢ (Songadh) તાલુકાની સરકારી તેમજ ગ્રાન્ટેડ માધ્યમિક તેમજ ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં (School) મદદનીશ શિક્ષણ નિરીક્ષક દ્વારા આકસ્મિક મુલાકાત (Accidental visit) લેવામાં આવી હતી. જેમાં ડોલવણમાં પ્રગતિ વિધાલય, ગારવણની સ.મા. શાળા (ડોલવણ), ગડતની આરાધના ઉ.બુ.વિદ્યાલય (ડોલવણ), તેમજ સોનગઢની સાર્વજનિક હાઈસ્કૂલ (પ્રાથમિક વિભાગ ગ્રાન્ટેડ) શાળાઓમાં શિક્ષકોની (Teacher) ગેરહાજરી (Absence) જણાતાં તેમને નોટિસ (Notice) આપવામાં આવી છે. આ ગેરહાજરી અંગે શિક્ષકો પાસે ખુલાસો માંગવામાં આવ્યો છે. તાપી જિલ્લામાં શિક્ષણનું પ્રમાણ (Proportion of education) ગુણવત્તાલક્ષી બની રહે એ માટે જિલ્લા શિક્ષણાધિકારીએ કડક અમલવારી કરતાં શિક્ષક આલમમાં ફફડાટ જોવા મળ્યો છે.
આદિવાસી વિદ્યાર્થીઓ માટે ફ્રી શીપ કાર્ડ આશીર્વાદરૂપ
વ્યારા: રાજ્યના આદિજાતિ વિસ્તારોમાં આવેલા ગામડાઓના આદિવાસી વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસથી વંચિત ન રહી જાય એ માટે સરકારની ફ્રીશીપ કાર્ડ યોજના આશીર્વાદરૂપ બની છે. હાલમાં જ પ્રથમ રાઉન્ડમાં તબીબી ક્ષેત્રમાં પ્રવેશ માટે પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ત્યારે જે આદિવાસી વિદ્યાર્થીઓ સ્વનિર્ભર કોલેજોમાં સરકારી ક્વોટામાં પ્રવેશ મેળવીને કોલેજની ફી ભરવા માટે સક્ષમ નથી તેવા વિદ્યાર્થીઓ માટે આ યોજના ખૂબ જ મદદરૂપ બની છે.
ફ્રીશીપ કાર્ડ યોજનાની માહિતી આપતા મદદનીશ કમિશનર એચ.એલ.ગામીતે જણાવ્યું હતું કે, મેડિકલ, પેરામેડિકલ, નર્સિંગ તેમજ એન્જિનિયરિંગ ક્ષેત્રે સ્વનિર્ભર કોલેજોમાં ઉચ્ચ અભ્યાસ કરવા ઈચ્છતા વિદ્યાર્થીઓ આ યોજનાનો લાભ મેળવી શકે છે. ચાલુ વર્ષમાં ૧૩૫૦થી વધુ આદિવાસી વિદ્યાર્થીઓને ફ્રીશીપ કાર્ડ અપાયાં છે. જે પૈકી એન્જિનિયરિંગ-૮૫૫, બી.એડ-એમ.એઙ-૨૮૦ તેમજ ૧ જાન્યુઆરીથી આજદિન સુધી એમ.બી.બી.એસ.ના ૪૩, ડેન્ટલ-૮, આયુર્વેદ બી.એ.એમ.એસ./ બી.એચ.એમ.એસ.-૩૮, ફિઝિયોથેરાપીસ્ટ-૨, જી.એન.એમ., એ.એન.એમ., બી.એસ.સી. નર્સિંગ-૧૨૭ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.
કન્યાઓમાં શિક્ષણનું સ્તર ઊંચું આવે એ માટે ફ્રીશીપ કાર્ડ કઢાવવા કન્યાઓ માટે કોઈ આવક મર્યાદા નથી. જ્યારે કુમાર માટે આવક મર્યાદા ૨.૫૦ લાખ નિર્ધારિત કરવામાં આવી છે. આમ, સરકારની ફ્રીશીપ કાર્ડ યોજનાથી શિક્ષણનું પ્રમાણ વધ્યું છે. છેવાડાનાં ગામડાંમાં આદિવાસી પરિવારોનાં બાળકો ઉચ્ચ અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવી સારી રીતે શિક્ષણ મેળવી ઉજ્જવળ ભવિષ્ય બનાવી શકે છે.