SURAT

ટૂંક સમયમાં જ શાળાઓમાં 25,000 નવા શિક્ષકોની ભરતી કરાશે: પ્રફુલ પાનશેરિયા

સુરત: સરકારી, ખાનગી શાળાઓનું (School) 100 ટકા પરિણામ હોય તેવી સુરત સહિત જિલ્લાની કુલ 58 શાળાના શિક્ષકો (Teacher) અને આચાર્યનું રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરિયાના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું અને ત્યારે તેઓએ મીડિયા સાથે વાતચીત કરતા શિક્ષણ નીતિને લઈને પોતાનું નિવેદન આપ્યું હતું.

પ્રફુલ પાનશેરિયા (રાજ્ય શિક્ષણ મંત્રી) એ જણાવ્યું હતું કે આ વર્ષની અંદર મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ અમે 16000 નવા ઓરડાઓ બનાવવાના વર્ક ઓર્ડર આપ્યા છે. ઉપરાંત બીજી શાળાઓ પણ બનાવી રહ્યા છે અને ટૂંક સમયમાં જ 25,000 નવા શિક્ષકોની તમામ ડિપાર્ટમેન્ટમાં જેઓ ટેટ વન પાસ કરેલાનું નિમણૂક પત્ર મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ આપવાના છીએ.

તેઓએ વધુમાં જણાવ્યું કે સરકારી શાળાની વાત કરવામાં આવે તો 15 સરકારી શાળાઓનું સો ટકા પરિણામ આવ્યું છે. આ શાળાઓના શિક્ષક અને આચાર્યનું સન્માન કરવામાં આવ્યું છે. તેઓએ કહ્યું આજે સુરતમાં સરકારની 5000 શાળા એવી છે કે જ્યાં વિદ્યાર્થીઓની સંખ્યા 20થી ઓછી છે. ઓછી સંખ્યા હોવા છતાં અમે એ શાળાઓ ચાલુ રાખી છે. કારણકે વિદ્યાર્થીઓને ભણતર મળી શકે તેઓએ જણાવ્યું કે ભણતર માટે સરકાર હંમેશા કટિબદ્ધ છે.

પ્રફુલ પાનશેરિયા (રાજ્ય શિક્ષણ મંત્રી) એ વધુમાં જણાવ્યું કે જ્યાં પણ ક્ષતિ હશે ત્યાં મીડિયાનો પણ ખુબ જ સારો રોલ છે. કારણ કે ઘણી બધી નેગેટિવ વાતો અમને મીડિયા દ્વારા જાણવા મળે છે. તેઓએ કહ્યું અગવડ છતાં સરકારે સરકારી શાળા બંધ કરવા એક પણ પગલું નથી. તેઓએ કહ્યું વિદ્યાર્થીઓને જો બાજુના ગામમાં એક- બે કિલોમીટર ચાલીને જવું છે કે માટે પણ સરકારે યોજના ઘડી છે જેમાં સરકાર ગાડીની વ્યવસ્થાઓ પણ કરી આપશે.

Most Popular

To Top