Gujarat

શાળાઓને ગુજરાતી વિષય ભણાવવામાં શુ તકલીફ થાય છે : હાઇકોર્ટ

અમદાવાદ : રાજ્યની શાળાઓમાં (School) ગુજરાતી ભાષાનો (Gujarati language) વિષય (Subject) ફરજિયાત ભણાવવાના મામલે ગુજરાત હાઇકોર્ટમાં (Gujarat Highcourt) થયેલી જાહેર હિતની અરજીની સુનાવણીમાં હાઇકોર્ટે રાજ્ય સરકારને ટકોર કરી હતી કે, ગુજરાતી વિષય નહીં ભણાવતી શાળાઓનું લિસ્ટ રજૂ કરો. ગુજરાતી ભણાવવામાં શાળાઓને શું તકલીફ થાય છે ? તેઓ સવાલ પણ કર્યો હતો.

અરજદાર તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે કેન્દ્રીય વિદ્યાલયોમાં ગુજરાતી વિષય ભણાવવામાં આવતો નથી. આ અંગે હાઇકોર્ટે રાજ્ય સરકાર પાસે ગુજરાતી વિષય નહીં ભણાવતી શાળાઓનું લિસ્ટ રજૂ કરવા કહ્યું છે.

બીજી તરફ અગાઉ રાજ્ય સરકારે હાઇકોર્ટને જણાવ્યું હતું કે, ગુજરાતી વિષય ન ભણાવતી શાળાઓને નોટિસ આપવામાં આવી છે. આ ઉપરાંત ગુજરાતી ભાષા ફરજિયાત નહીં ભણાવવામાં આવે તો શાળાની એનઓસી પણ રદ કરાશે. રાજ્યમાં 23 શાળાઓમાં ગુજરાતી વિષય ન ભણાવતું હોવાનું જણાય આવતા તેમની સામે પગલા લેવામાં આવ્યાં છે.

Most Popular

To Top