Gujarat

રાજકોટમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં સૌરાષ્ટ્ર ઝોનની બેઠક , સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે કાર્યકર્તાઓને અપાયું જીતનું ભાથું

ગાંધીનગર,તા.30
આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પડઘમ વચ્ચે રાજકોટ મહાનગર ખાતે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં સૌરાષ્ટ્ર ઝોનના પદાધિકારીઓની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સંગઠનને મજબૂત કરવા અને આગામી ચૂંટણીલક્ષી વ્યુહરચના અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

બૂથ કાર્યકર્તા પક્ષનો મજબૂત પાયો: પ્રદેશ અધ્યક્ષ
બેચરાજી બાદ રાજકોટ પહોંચેલા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ કાર્યકર્તાઓને સંબોધતા જણાવ્યું હતું કે, બૂથ સ્તરનો કાર્યકર્તા એ ભારતીય જનતા પાર્ટીનો સૌથી મજબૂત પાયો છે. તેમણે દરેક બૂથ પર અત્યંત ઝીણવટભર્યું આયોજન કરવા અને સંગઠનને વધુ શક્તિશાળી બનાવવા પર વિશેષ ભાર મૂક્યો હતો.
વિપક્ષના અપપ્રચાર સામે લોકસંપર્કનું શસ્ત્ર

આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના અનુસંધાને માર્ગદર્શન આપતા પ્રદેશ અધ્યક્ષે જણાવ્યું કે:

  • વ્યૂહરચના: વિપક્ષ દ્વારા કરવામાં આવતા ભ્રામક અપપ્રચારનો સામનો કરવા માટે પાયાના સ્તરે પ્રભાવી લોકસંપર્ક વધારવો જરૂરી છે.
  • સરકારી યોજનાઓનો પ્રચાર: પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકાર અને સીએમ ભૂપેન્દ્ર પટેલના વડપણ હેઠળની રાજ્ય સરકારની જનકલ્યાણકારી યોજનાઓ અને લોકસેવાના કાર્યોને જન-જન સુધી પહોંચાડવા તેમણે કાર્યકર્તાઓને હાકલ કરી હતી.
  • ચૂંટણીલક્ષી માર્ગદર્શન
    બેઠક દરમિયાન જગદીશ વિશ્વકર્મા દ્વારા સૌરાષ્ટ્ર ઝોનના વિવિધ જિલ્લાઓ અને મહાનગરોના પદાધિકારીઓને ચૂંટણીલક્ષી અસરકારક વ્યૂહરચના અને સંગઠનાત્મક કામગીરીના પ્રચાર-પ્રસાર સંદર્ભે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ બેઠકથી સૌરાષ્ટ્ર ભાજપના કાર્યકર્તાઓમાં નવો ઉત્સાહ જોવા મળ્યો હતો અને આગામી ચૂંટણીઓમાં ભવ્ય વિજય માટેના સંકલ્પને દોહરાવવામાં આવ્યો હતો.
  • શિસ્ત સમિતિની જાહેરાત
    જગદીશ વિશ્વકર્માએ આજે છ સભ્યોની બનેલી ભાજપની શિસ્ત સમિતિની રચનાની જાહેરાત કરી છે. જેમાં કન્વીનર તરીકે પૂર્વ ગૃહ મંત્રી અને મહેસાણાના પાર્ટીના સીનીયર અગ્રણી રજની પટેલ , કમિટીના સભ્ય તરીકે વડોદરાના શબ્દશરણ બ્રહ્મભટ્ટ, આણંદના રાજેશ પટેલ , અરવલ્લીના દિલીપસિંહ પરમાર , નવસારીના પિયુષ દેસાઈ અને રાજકોટ સીટીના બીનાબેન આચાર્યનો સમાવેશ થાય છે.

Most Popular

To Top