ટોક્યો ઓલિમ્પિકસ (Tokyo Olympics)માં બોક્સિંગ (Boxing)માં ભારતને (India) મોટો આંચકો લાગ્યો હતો. બોક્સર સતીશ કુમાર (satish kumar) 91 કિલો વર્ગમાં ઉઝબેકિસ્તાનના બાખોદિર જલોલોવ (Bakhodir Jalolov)સામે હારી ગયો હતો. જલોલોવે તેને 5-0થી હરાવ્યો હતો.
આ હાર સાથે સતીશનું ટોક્યો ઓલિમ્પિકમાં મેડલ (Medal) જીતવાનું સપનું તૂટી ગયું. તેમણે પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં ઈજાને કારણે સાત ટાંકા સાથે રિંગમાં પ્રવેશ કર્યો હતો. આ દરમિયાન, તેણે વિશ્વ ચેમ્પિયન જલોલોવને કઠિન લડત આપતી વખતે ઇજા પણ કરી હતી. પરંતુ તે તેનું દુર્ભાગ્ય હતું કે સતીશ મેચ જીતી શક્યો નહીં. સેનાના જવાન 32 વર્ષીય મુક્કાબાજ (Boxer) સતીશે પણ વિરોધીને તેના જમણા હાથથી મુક્કો માર્યો હતો. પરંતુ વિશ્વ ચેમ્પિયન જલોલોવે મેચ પર પ્રભુત્વ જમાવ્યું હતું. ત્રીજા રાઉન્ડમાં સતીશના કપાળ પરનો ઘા ખુલ્યો પણ આ છતાં તે લડતો રહ્યો. ફૂટબોલરથી બોક્સર બનેલા જલોલોવે પ્રથમ ઓલિમ્પિક મેડલ સુનિશ્ચિત કર્યા બાદ તેની બહાદુરીની પ્રશંસા કરી હતી. સતીશ સુપર હેવીવેઇટમાં ક્વોલિફાય કરનાર ભારતનો પ્રથમ બોક્સર હતો. તે જ સમયે, જલોલોવ ત્રણ વખત એશિયન ચેમ્પિયન પણ રહી ચુક્યો છે.
આ મેચમાં સતીશે ઘાયલ સિંહની જેમ પોતાના વિરોધીનો સામનો કર્યો હતો. આ જ કારણ હતું કે જીત્યા બાદ પણ જાલોલોવે ખુદ તેની પ્રશંસા કરી. સતીશ ઓલિમ્પિકમાં સુપર હેવીવેઇટ ઇવેન્ટ માટે ક્વોલિફાય થનાર પ્રથમ ભારતીય મુક્કેબાજ હતો. તે જ સમયે, બખોદિર જલોલોવ ત્રણ વખત એશિયન ચેમ્પિયન રહી ચૂક્યો છે. સતીશ કુમારની હાર બાદ પુરુષોની બોક્સિંગ સ્પર્ધામાં ભારતનો પડકાર સમાપ્ત થઈ ગયો છે. મહિલા વિભાગમાં, એકમાત્ર લવલીના બોરગોહેન પાસેથી આશા છે. તેણીએ બોક્સિંગમાં ભારતનું મેડલ સુનિશ્ચિત કર્યું છે. હવે તેનો મુકાબલો સેમિફાઇનલમાં તેના પ્રતિસ્પર્ધી સામે થશે. હવે જોવાનું રહેશે કે લવલીના ભારત માટે ગોલ્ડ જીતે છે કે સિલ્વર. સેમિફાઇનલમાં પહોંચીને તેને બ્રોન્ઝ મેડલની ખાતરી મળી હતી.
લવલીના (Lovlina) બોરગોહેને શુક્રવારે ક્વાર્ટર ફાઇનલ મેચમાં ચાઇનીઝ તાઇપેઇ બોક્સર નિએન ચેનને 4-1થી હરાવીને સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. લવલીના ઓલિમ્પિક ગેમ્સમાં ભારત તરફથી મેડલ લાવનારી બીજી મહિલા બોક્સર હશે. તેના પહેલા વર્ષ 2012 માં મેરી કોમે લંડન ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તે જ સમયે, પુરુષોની બોક્સિંગમાં, વિજેન્દર સિંહે વર્ષ 2008માં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. શનિવારે, સ્ટાર બોક્સર અમિત પંઘલ તેની પ્રિ-ક્વાર્ટર ફાઇનલ મેચ હારી ગયા બાદ ટોક્યો ઓલિમ્પિકમાંથી બહાર થઈ ગયો હતો.