હોંગ કોંગ: યુક્રેન સંકટ વચ્ચે વિશ્વમાં પોતાનો દરજ્જો વધારવાનો પ્રયાસ કરી રહેલા ચીનની (China) તાજેતરની જાહેરાત હવે દુનિયાનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહી છે. તે લુઓજિયા-3 01 (Luojia-3 01) નામની એક સેટેલાઈટ (Satellite) લોન્ચ કરવા જઈ રહ્યું છે, તેના ઉપયોગથી 500 કિમી સુધીના અંતરે સ્થિત કારની બ્રાન્ડ અથવા અન્ય કોઈપણ વસ્તુની ઝડપથી ઓળખ કરી શકાશે. ઉપરાંત તેના ઉપયોગથી સ્માર્ટફોન દ્વારા 0.7 મીટર સ્થિરતાની (resolution) સાથે પૃથ્વી પર ગમે ત્યાં હાજર કોઈપણ વસ્તુની તસવીરો અથવા વીડિયો લગભગ તરત જ એટલે કે રીઅલ ટાઇમમાં (Real time) જ બનાવવાનું શક્ય બનશે.
આ અંગેના પ્રથમ સમાચાર હોંગકોંગના અખબાર સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટે કર્યા હતા. ત્યારપછી આ અંગે વધુ માહિતી બહાર આવી છે. ચીને નવી ટેક્નોલોજી લાવવાની જાહેરાત કરી છે. તે દાવો કરે છે કે તેનો આ વર્ષે જુલાઈમાં તે એક નવી ચીની સેટેલાઇટ લોન્ચ કરવા જઈ રહ્યું છે, જેનું નામ લુઓજિયા-3 01કે આપવામાં આવ્યું છે. આ સેટેલાઈટના ઉપયોગ સ્માર્ટફોન દ્વારા અવકાશમાં હાજર હાઇ-ડેફિનેશન કેમેરા સુધી પહોંચ બનાવી શકાશે.
લુઓજિયા-3 01એ પૃથ્વી અવલોકન કરવાવાળો ઉપગ્રહ હશે. તેના પર એક શક્તિશાળી ટેલિસ્કોપ લગાવવામાં આવ્યું હશે. જેના દ્વારા 0.7 મીટર રિઝોલ્યુશનની તસવીર અથવા વિડિયો મેળવવાનું શક્ય બનશે. કહેવામાં આવ્યું છે કે તેના ઉપયોગથી 500 કિમી સુધીના અંતરે સ્થિત કારની બ્રાન્ડ અથવા અન્ય કોઈપણ વસ્તુની બ્રાન્ડને પણ ઝડપથી ઓળખી શકાશે. ચીનના વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે આ સેટેલાઈટ કદમાં નાનો અને ઓછી કિંમતવાળો હશે. જે વિશાળ નેટવર્ક સાથે જોડાયેલો હશે. તેઓ દાવો કરે છે કે તેના ઉપયોગથી સ્માર્ટફોન દ્વારા લગભગ તરત જ એટલે કે રીઅલ ટાઇમમાં જ પૃથ્વી પર ગમે ત્યાં હાજર કોઈપણ વસ્તુના ફોટા લેવા અથવા વીડિયો બનાવવાનું શક્ય બનશે. ચીનની વુહાન યુનિવર્સિટીમાં રિમોટ સેન્સિંગ એન્જિનિયરિંગના પ્રોફેસર વાંગ મેઈએ સાઉથ ચાઈના મોર્નિંગની પોસ્ટમાં જણાવ્યું કે આ ટેક્નોલોજી દ્વારા પૃથ્વી પર કોઈ પણ જગ્યા એથી કોઈ ઘટનાનું લાઈવ સ્ટ્રીમિંગ મોબાઈલ ફોન પર કરી શકાય છે.
નિષ્ણાંતોના મતે આવી ટેક્નોલોજી હજુ પણ કેટલાક દેશોના વોર રૂમમાં હાજર છે. પરંતુ નાગરિકો માટે આ પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી નથી. વાંગે વધુમાં કહ્યું કે ચીનના આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય દરેક વ્યક્તિને મફતમાં આવી સુવિધાઓ આપવાનો છે અને તેઓ આ સુવિધા વિશ્વમાં દરેક માટે ઉપલબ્ધ કરાવશે. આ પ્રોજેક્ટ સાથે જોડાયેલી ટીમનો એ પણ દાવો કર્યો છે કે લોન્ચ થનારા આ સેટેલાઇટમાં હાઇ-સ્પીડ ડેટા ટ્રાન્સમિશનની ક્ષમતા પણ હશે. જેનાથી તે અમેરિકન જીપીએસ અને ચાઇનીઝ બેઇડુના જેમ બધાને નેવિગેશનની સુવિધાઓ પણ પૂરી પાડી શકશે. પ્રોજેક્ટ સાયન્ટિસ્ટ લી ડરેનએ ચીનની એક જર્નલમાં આ વિશે લેખ લખ્યો છે. તેમના કહ્યા મુજબ આ નવી સેવાનો અંતિમ ઉદ્દેશ્ય લાઈવ સ્ટ્રીમિંગની વિલંબિતતાને સેકન્ડમાં લાવવાનો છે.
ચાઈનીઝ વેબસાઈટ ઇસીએનએસ.સીએનમાં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ ચીનમાં હજુ પણ અવકાશમાંથી લાઈવ પ્રસારણની વ્યવસ્થા છે. આ સેટેલાઇટનો ઉપયોગ હજુ પણ ઘણા હેતુઓ માટે થઈ શકે છે. આ વર્ષે ચીનના નવા વર્ષના દિવસે ચીન સ્પેસ સેન્ટર તિયાનહેથી લાઇવ સ્ટ્રીમિંગ કરવામાં આવ્યું હતું.મળતી માહિતી અનુસાર, લુઓજિયા-3 01 અગાઉ લોન્ચ કરાયેલા ઉપગ્રહો કરતાં વિશ્વમાં વધુ પ્રમાણમાં ડેટા પ્રોસેસ કરવામાં સક્ષમ હશે. તેના પર આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની ટેક્નોલોજી તે મળેલા ડેટાનું વિશ્લેષણ કરશે. આ બધાથી લોકોએ વિચાર્યો પણ નહીં હોય એવો અનુભવ તેમણે થશે.