સાપુતારા : સાપુતારામાં (Saputara )ચાલી રહેલા મેઘમલ્હાર પર્વમાં (Monsoon Fastival ) શનિ રવિની રજાઓમાં પણ સાવ ઓછા પ્રવાસીઓ (Tauorst) આવતા મોન્સૂન ફેસ્ટિવલનો ફિયાસ્કો (Flop Show ) થઈ ગયો છે.
શું ઘાટ માર્ગની ભૌગોલિક પરિસ્થિતિથી તંત્ર અજાણ ?
સાપુતારામાં 30મી જુલાઈથી 30મી ઓગષ્ટ સુધીનાં એક મહિના માટે મેઘમલ્હાર પર્વ મોન્સૂન ફેસ્ટિવલનો પ્રારંભ થયો છે. મેઘમલ્હાર પર્વનો પ્રારંભ થતા ધંધાર્થીઓમાં નવી આશા બંધાઈ હતી. પરંતુ સાપુતારા ઘાટ માર્ગની ભૌગોલિક પરિસ્થિતિને જાણ્યા વગર જ અધિકારીઓએ મોન્સૂન ફેસ્ટિવલનો પ્રારંભ કરી દેતા છેલ્લા આઠ દિવસથી ધંધાર્થીઓની આશા પર પાણી ફરી વળ્યુ છે.
વાહન વ્યવહારમાં પણ ભારે ડખા
સાપુતારા ઘાટમાર્ગની અવદશામાં કોઈ સુધારો નહીં જણાતા ગુજરાત એસટી નિગમની બસો, ખાનગી લકઝરી બસો સહિત વાહનો ચાલુ નહીં થતા પ્રવાસીઓનો ઘટાડો જોવા મળી રહ્યો છે. અધિકારીઓનો ઉતાવળીયો નિર્ણય તથા અણઘડ વહીવટ અને આયોજનનાં અભાવે ચાલુ વર્ષે પણ મોન્સૂન ફેસ્ટિવલમાં સાવ ઓછા પ્રવાસીઓ આવતા ફિયાસ્કો થઈ ગયો છે.
વીક એન્ડ છતાં ઓછા પ્રવાસીઓ આવ્યા
હાલમાં વરસાદી માહોલમાં ગિરિમથક સાપુતારાનું વાતાવરણ સોળે કળાએ ખીલી ઊઠ્યુ છે. તેમ છતાંય શનિ રવિની રજાઓમાં પણ હવે સાપુતારા ખાતે નામ પૂરતા પ્રવાસીઓ દેખાતા મોન્સૂન ફેસ્ટિવલનો ડોમ ખાલી જોવા મળ્યો હતો.
સાપુતારા સાથે ડાંગ જિલ્લામાં વરસાદની પુનઃ એન્ટ્રી
સાપુતારામાં અને ડાંગ જિલ્લામાં લાંબા સમયનાં વિરામ બાદ મેઘરાજાએ ફરી એન્ટ્રી કરી છે. ગત ત્રણ દિવસ દરમ્યાન આહવા, વઘઇ, સુબિર સહિત સાપુતારા પંથકમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. જ્યારે શનિવારે રાત્રીનાં અરસાથી રવિવારે દિવસ દરમ્યાન સાપુતારા પંથકમાં સવા એક ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. જ્યારે શનિવારે રાત્રીનાં અરસાથી રવિવારે દિવસ દરમ્યાન આહવા અને સુબિર પંથકમાં ઝરમરીયો વરસાદ નોંધાયો હતો. વઘઇ પંથક છેલ્લા 24 કલાક દરમ્યાન કોરોકટ નોંધાયો હતો. ડાંગ જિલ્લા ડિઝાસ્ટર વિભાગનાં જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાક દરમ્યાન વઘઇ પંથક કોરોકટ નોંધાયો હતો. જ્યારે આહવા પંથકમાં 02, સુબિરમાં 2 મિમી,સાપુતારા પંથકમાં 32 મિમી અર્થાત 1.28 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો.